عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«سَوُّوا صُفُوفَكُمْ، فَإِنَّ تَسْوِيَةَ الصَّفِّ مِنْ تَمَامِ الصَّلَاةِ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 433]
المزيــد ...
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું:
«પોતાની સફો સીધી કરો, કારણકે સફો સીધી કરવી તે નમાઝને પૂર્ણ કરનારી બાબતો માંથી છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 433]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ મુસલ્લીઓને આદેશ આપી રહ્યા છે કે તેઓ સફો સીધી કરે, કોઈ પણ વ્યક્તિ સફમાં ન તો આગળ જાય ન પાછળ, અને સફો સીધી કરવી એ નમાઝને પૂર્ણ કરનારી બાબતો માંથી છે, અને સફો સીધી ન કરવી એ નમાઝમાં ખલલ અને ખામી છે.