عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ: أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«صَلَاةٌ فِي مَسْجِدِي هَذَا خَيْرٌ مِنْ أَلْفِ صَلَاةٍ فِيمَا سِوَاهُ إِلَّا الْمَسْجِدَ الْحَرَامَ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1190]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«મારી આ મસ્જિદમાં પઢવામાં આવેલ નમાઝ મસ્જિદે હરામ સિવાય અન્ય મસ્જિદો કરતા એક હજાર નમાઝ બરાબર દરજ્જો ધરાવે છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 1190]
નબી ﷺ એ મસ્જિદે નબવીની મહત્ત્વતા વર્ણન કરી છે કે તે મસ્જિદમાં નમાઝ પઢવાનો સવાબ અન્ય મસ્જિદોમાં નમાઝ પઢયા કરતા એક હજાર ઘણો વધારે આપવામાં આવે છે, સિવાય મસ્જિદે હરામના, તેમાં નમાઝ પઢવી નબી ﷺ ની મસ્જિદમાં નમાઝ કરતા પણ વધુ સવાબ મળે છે.