عَنْ ‌مَحْمُودِ بْنِ لَبِيدٍ رضي الله عنه:
أَنَّ ‌عُثْمَانَ بْنَ عَفَّانَ أَرَادَ بِنَاءَ الْمَسْجِدِ فَكَرِهَ النَّاسُ ذَلِكَ، وَأَحَبُّوا أَنْ يَدَعَهُ عَلَى هَيْئَتِهِ، فَقَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: «مَنْ بَنَى مَسْجِدًا لِلهِ بَنَى اللهُ لَهُ فِي الْجَنَّةِ مِثْلَهُ».

[صحيح] - [متفق عليه]
المزيــد ...

મહમૂદ બિન લબીદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુ મસ્જિદે નબવીમાં (રીનોવેશન) કરવાનો વિચાર કર્યો તો લોકો તેને નાપસંદ કરવા લાગ્યા, અને લોકો ઇચ્છતા હતા કે જે સ્થિતિમાં મસ્જિદ છે, તે જ સ્થિતિમાં તેને છોડી દો, આ વાત પર ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા છે: «જે વ્યક્તિ અલ્લાહ માટે મસ્જિદ બનાવે તેના માટે અલ્લાહ તેના જેવું જ જન્નતમાં એક ઘર બનાવે છે».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ

સમજુતી

ઉષ્માન બિન અફ્ફાન રઝી અલ્લાહુ અન્હુ એ મસ્જિદે નબવીમાં રીનોવેશન કરાવવાનો ઈરાદો કર્યો કે પહેલા કરતા મસ્જિદ થોડીક સુંદર બની જાય, તો લોકો આ વાત નાપસંદ કરવા લાગ્યા; કારણકે જે ઇમારત નબી ﷺ ના સમયમાં હતી, તે ઇમારત બદલાઈ જશે, મસ્જિદ માટીથી બનાવવામાં આવી હતી અને તેનો સ્લેપ પાંદડાના હતો, તો ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુ એ મસ્જિદને ઈંટો અને પલાસ્ટરની બનાવવાનો ઈરાદો કર્યો, ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુ એ લોકોને જણાવ્યું કે તેમણે નબી ﷺ દ્વારા સાંભળ્યું છે કે જે વ્યક્તિ ફક્ત અલ્લાહ માટે મસ્જિદ બનાવશે, નામચીન થવા માટે તેમજ દેખાડો કરવા માટે નહીં, તો અલ્લાહ તઆલા પણ તેના અમલ જેટલો તેને બદલો આપશે એ રીતે કે જન્નતમાં અલ્લાહ તેના જેવી જ ઇમારત બનાવી આપશે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન બંગાલી ચાઈનીઝ ફારસી હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા મલ્યાલમ સ્વાહીલી તામિલ બુર્મીસ થાય પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષમાં મસ્જિદ બનાવવા પ્રત્યે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને તેની મહત્ત્વતા વર્ણન કરવામાં આવી છે.
  2. મસ્જિદનું રીનોવેશન કરી તેને મોટી કરવી તે મસ્જિદ બનાવવી જ ગણાશે.
  3. દરેક અમલમાં ફક્ત ઇખલાસનું મહત્વ.
વધુ