عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«سَبْعَةٌ يُظِلُّهُمُ اللَّهُ تَعَالَى فِي ظِلِّهِ يَوْمَ لاَ ظِلَّ إِلَّا ظِلُّهُ: إِمَامٌ عَدْلٌ، وَشَابٌّ نَشَأَ فِي عِبَادَةِ اللَّهِ، وَرَجُلٌ قَلْبُهُ مُعَلَّقٌ فِي المَسَاجِدِ، وَرَجُلاَنِ تَحَابَّا فِي اللَّهِ، اجْتَمَعَا عَلَيْهِ وَتَفَرَّقَا عَلَيْهِ، وَرَجُلٌ دَعَتْهُ امْرَأَةٌ ذَاتُ مَنْصِبٍ وَجَمَالٍ فَقَالَ: إِنِّي أَخَافُ اللَّهَ، وَرَجُلٌ تَصَدَّقَ بِصَدَقَةٍ فَأَخْفَاهَا حَتَّى لاَ تَعْلَمَ شِمَالُهُ مَا تُنْفِقُ يَمِينُهُ، وَرَجُلٌ ذَكَرَ اللَّهَ خَالِيًا، فَفَاضَتْ عَيْنَاهُ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1423]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«સાત પ્રકારના લોકોને અલ્લાહ તઆલા (પોતાના અર્શના) છાંયડામાં રાખશે, જે દિવસે તેના સિવાય બીજો કોઈ છાંયડો નહીં હોય: ન્યાય કરનાર શાસક, તે યુવાન જેની યુવાની અલ્લાહની ઈબાદતમાં પસાર થઈ હોય, એવો વ્યક્તિ જેનું દિલ હમેંશા મસ્જિદ સાથે જોડાયેલું હોય, બે એવા વ્યક્તિ, જેઓ ફક્ત અલ્લાહ ખાતર એકબીજાથી મોહબ્બત કરતા હોય, તેના માટે જ ભેગા થતા હોય અને અલગ થતાં હોય, એક એવો વ્યક્તિ, જેને એક સુંદર અને ઉચ્ચ ખાનદાનની સ્ત્રીએ બોલાવ્યો હોય અને તેણે જવાબ આપ્યો હોય: હું અલ્લાહથી ડરુ છું, તે વ્યક્તિ, જે સદકો કરે અને એટલા અંશ સુધી છુપાવીને રાખે કે ડાબા હાથને પણ તે વાતની જાણ નથી થવા દેતો કે જમણા હાથે શુ સદકો કર્યો છે, અને તે વ્યક્તિ, જે અલ્લાહને એકાંતમાં યાદ કરે અને તેની આંખો માંથી આંસુ નીકળી આવે છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 1423]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સાત પ્રકારના મોમિનોને ખુશખબર આપી કે તેમને અલ્લાહ તઆલાના અર્શનો છાંયડો નસીબ થશે, જ્યારે કે તે દિવસે તેના સિવાય બીજો કોઈ છાંયડો નહીં હોય: પહેલો: ન્યાયી શાસક, તે પોતે સદાચારી હોય, જે પ્રજા પર અત્યાચાર કર્યા વગર ન્યાય કરતો હોય, જેની પાસે એક મોટો અધિકાર હોય છે, આ ખુશખબરનો હક તે દરેક વ્યક્તિ ધરાવે છે, જે મુસલમાનના કોઈ કાર્યનો જવાબદાર હોય અને તે પોતાની જવાબદારીમાં ન્યાયથી કામ લેતો હોય. બીજો: તે યુવાન જેણે પોતાની યુવાનીનો સમય અલ્લાહની ઈબાદતમાં પસાર કર્યો હોય, અને ઈબાદત ચપળતા સાથે કરી હોય, અહીં સુધી કે તેનું મૃત્યુ થઈ ગયું. ત્રીજો: જેનું દિલ મસ્જિદ સાથે જોડાયેલું છે, જ્યારે તે મસ્જિદ માંથી નીકળે, તો તેની મસ્જિદ સાથે અતિશય મોહબ્બત કરવાના કારણે પાછું આવવાનું મન થતું હોય, મસ્જિદમાં વારંવાર હાજરી તેના દિલમાં સતત શાંતિ પહોંચાડે છે, ભલેને તે શારીરિક રૂપે તેનાથી બહાર જ કેમ ન હોય. ચોથો: તે બે વ્યક્તિ જેમણે ફક્ત અલ્લાહ ખાતર એકબીજા સાથે સાચી મોહબ્બત કરી, અને દીની મોહબ્બતને જોડેલી રાખી, અને કોઈ દુન્યવી કારણે તેને ન છોડી, ભલેને તેઓ વાસ્તવમાં ભેગા થતાં હોય કે ન થતાં હોય, અહીં સુધી કે મૃત્યુ તેમને અલગ કરી દે. પાંચમો: તે વ્યક્તિ જેને એક સ્ત્રી તેને સામે ચાલીને વ્યભિચાર કરવા તરફ આકર્ષિત કરે, અને તે ખૂબ જ સુંદર, ઉચ્ચ ખાનદાન, તેમજ તેની પાસે માલ પણ હોય, અને તે વ્યક્તિએ તેને ઇન્કાર કરી અને કહ્યું હોય: હું અલ્લાહથી ડરું છું. છઠ્ઠો: તે વ્યક્તિ, જે થોડોક જ સદકો કરે અથવા પુષ્કળ પ્રમાણેમાં સદકો કરે, કોઈને દેખાડા માટે ન હોય, પરંતુ એટલા અંશ સુધી કે તેના ડાબા હાથને ખબર ન હોય કે જમણા હાથે શું ખર્ચ કર્યું છે. સાતમો: તે એવો વ્યક્તિ જે અલ્લાહ તઆલાને એકાંતમાં દિલથી યાદ કરે અને જબાનથી ઝિકર સાથે યાદ કરે તો તેની મહાનતાના ભયથી તેની આંખ માંથી આંસુ નીકળી જાય.