عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِنَّمَا بُعِثْتُ لِأُتَمِّمَ مَكَارِمَ الْأَخْلَاقِ».
[حسن] - [رواه البخاري في الأدب المفرد وأحمد والبيهقي] - [السنن الكبرى للبيهقي: 20819]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«મને ઉચ્ચ ચરિત્રને સંપૂર્ણ કરવા માટે મોકલવામાં આવ્યો છે».
[હસન] - - [السنن الكبرى للبيهقي - 20819]
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે મને સારા અખ્લાક અને ચરિત્રની સપૂર્ણતા માટે મોકલવામાં આવ્યો છે; જેવું કે આગળના પયગંબરોના કામને પૂર્ણ કરવા માટે મોકલવામાં આવ્યા છે, અરબના લોકોના ચરિત્રને સંપૂર્ણ કરવા, તેઓ ભલાઈને પસંદ કરતાં હતાં અને બુરાઈથી નફરત કરતા હતા, બહાદુર, દાનશીલ હતા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમના ચરિત્રમાં રહેલી ખરાબ આદતોને દૂર કરવા માટે મોકલવામાં આવ્યા, જેવી કે ઘમંડ, એકબીજાને તુચ્છ સમજવા જેવી અન્ય બુરાઈઓ.