+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«أَكْثِرُوا ذِكْرَ هَادمِ اللَّذَّاتِ» يَعْنِي الْمَوْتَ.

[حسن] - [رواه الترمذي والنسائي وابن ماجه] - [سنن ابن ماجه: 4258]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«આશાઓને ખત્મ કરવાવાળી વસ્તુને ખૂબ જ યાદ કરો» અર્થાત્ મોતને.

[હસન] - [رواه الترمذي والنسائي وابن ماجه] - [સુનન્ ઈબ્ને માજા - 4258]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મૃત્યુને સતત યાદ કરવા પર પ્રોત્સાહિત કર્યા છે, કારણકે તે માનવીને આખિરતની યાદ અપાવે છે, અને તેના દિલમાં રહેલી દુનિયા પ્રત્યે મોહબ્બતને ખત્મ કરે છે, ખાસ કરીને હરામ (પ્રતિબંધિત) કાર્યોમાં.

હદીષથી મળતા ફાયદા

  1. મૃત્યુ દુનિયાની આશાઓને ખત્મ કરે છે, પરંતુ જ્યાં સુધી મોમિનની વાત છે, તો તે તેને આખિરતના આનંદ અને જન્નતની નેઅમતો તરફ લઇ જાય છે, જેમાં મહાન ભલાઈઓ છુપાયેલી છે.
  2. મોતની યાદ અને તેના પછી આવનારી બાબતોમાં માફી, ગુનાહથી બચવા અને આખિરતની તૈયારી માટે છે.
ભાષાતર: અંગ્રેજી ઇન્ડોનિષયન બંગાલી તુર્કી સિન્હાલા વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી થાય પૂશ્તો આસામી الأمهرية الهولندية الدرية الرومانية المجرية الموري Kanadische Übersetzung الأوكرانية الجورجية المقدونية الخميرية الماراثية
ભાષાતર જુઓ
વધુ