عَنْ سَهْلِ بْنِ سَعْدٍ رَضيَ اللهُ عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِيَّاكُمْ وَمُحَقَّرَاتِ الذُّنُوبِ، فَإِنَّمَا مَثَلُ مُحَقَّرَاتِ الذُّنُوبِ كَقَوْمٍ نَزَلُوا فِي بَطْنِ وَادٍ، فَجَاءَ ذَا بِعُودٍ، وَجَاءَ ذَا بِعُودٍ، حَتَّى أَنْضَجُوا خُبْزَتَهُمْ، وَإِنَّ مُحَقَّرَاتِ الذُّنُوبِ مَتَى يُؤْخَذْ بِهَا صَاحِبُهَا تُهْلِكْهُ».
[صحيح] - [رواه أحمد] - [مسند أحمد: 22808]
المزيــد ...
સહલ બિન સઅદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«સામાન્ય અને નાના ગુનાહ કરવાથી પણ બચો, એટલા માટે કે નાના ગુનાહોનું ઉદાહરણ તે કોમ જેવું છે, જે એક ગુફામાં રોકાયા, એક વ્યક્તિ એક લાકડી લઈને આવે, બીજો બીજી લાકડી લઈને આવ્યો આમ (લાકડીઓ ભેગી કરી તેઓ પોતાની) રોટલીઓ બનાવી લે છે, તે રીતે જ કારણકે કેટલીક વખત નાના ગુનાહ્ પણ એકઠા થઈ માનવીને નષ્ટ કરી દે છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [મુસ્નદ એહમદ - 22808]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ નાના ગુનાહોને સામાન્ય સમજી કરવાથી રોક્યા છે, જ્યારે તે વધી જાય છે તો નષ્ટતાનું કારણ બને છે, તેના માટે એક ઉદાહરણ આપ્યું કે એક કોમ એક ગુફામાં ઉતરે છે, (તેમને ખાવાની જરૂર પડી, તેઓ આગ સળગાવવા માટે), એક વ્યક્તિ એક નાની લાકડી લઈને આવે, બીજો બીજી નાની લાકડી લઈને આવે, અહીં સુધી કે (આગ સળગી જાય) અને રોટલીઓ બની જાય, એવી જ રીતે નાના નાના ગુનાહ ક્યારે તેની પકડ કરી લેવામાં આવે અને તૌબા કરવાનો પણ સમય ન મળે અથવા અલ્લાહ પાસે માફી માગવાનો પણ સમય ન મળે અને તે નષ્ટ થઈ જાય.