عَنْ عَائِشَةَ أُمِّ المؤمنين رضي الله عنها:
أَنَّ أُمَّ سَلَمَةَ ذَكَرَتْ لِرَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَنِيسَةً رَأَتْهَا بِأَرْضِ الْحَبَشَةِ، يُقَالُ لَهَا مَارِيَةُ، فَذَكَرَتْ لَهُ مَا رَأَتْ فِيهَا مِنَ الصُّوَرِ، فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «أُولَئِكَ قَوْمٌ إِذَا مَاتَ فِيهِمُ الْعَبْدُ الصَّالِحُ، أَوِ الرَّجُلُ الصَّالِحُ، بَنَوْا عَلَى قَبْرِهِ مَسْجِدًا، وَصَوَّرُوا فِيهِ تِلْكَ الصُّوَرَ، أُولَئِكَ شِرَارُ الْخَلْقِ عِنْدَ اللهِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 434]
المزيــد ...
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે:
ઉમ્મે સલમા રઝી અલ્લાહુ અન્હા એ નબી ﷺ સમક્ષ એક ચર્ચનો ઉલ્લેખ કર્યો, જે ચર્ચ તેમણે હબશા નામના શહેરમાં જોયું હતું, તે ચર્ચનું નામ મારિયહ હતું, તેમણે ત્યાં જે મૂર્તિઓ જોઈ હતી તેના વિશે જણાવ્યું, તો નબી ﷺ એ કહ્યું: »તે એવા લોકો હતા જ્યારે તેમની કોમમાં કોઈ સદાચારી વ્યક્તિ મૃત્યુ પામતો અથવા કોઈ નેક વ્યક્તિ, તો તેઓ તેની કબરને મસ્જિદ બનાવી લેતા, અને ત્યાં આ મૂર્તિને લાવી મૂકી દેતા, તેઓ અલ્લાહ પાસે તેના સર્જન માંથી સૌથી દુરાચારી લોકો છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 434]
ઉમ્મુલ્ મુઅમિનીન ઉમ્મે સલમા રઝી અલ્લાહુ અન્હા એ નબી ﷺ ને જણાવ્યું કે જ્યારે તેઓ હબશા શહેરમાં હતા તો તેમણે એક ચર્ચ જોયું -જેને મારિયહ કહેવામાં આવતું હતું- જેમાં મૂર્તિઓ, પથ્થરો, અને અલગ લગ પ્રકારના ચિત્રો હતા, આ જોઈ તેમને આશ્ચર્ય થયું! તો નબી ﷺ એ આ મૂર્તિઓનું કારણ જણાવ્યું; અને કહ્યું: જ્યારે તેમના માંથી નેક લોકો મૃત્યુ પામતા, તો તેઓ તેની કબર પાસે મસ્જિદ બનાવી દેતા, અને તેઓ ત્યાં નમાઝ પઢતા અને તેમાં આ મૂર્તિઓ લગાવી દેતા. અને નબી ﷺ એ જણાવ્યું કે તેઓ અલ્લાહની મખલૂક (સર્જન) માંથી સૌથી ખરાબ લોકો છે; કારણકે તેમનો આ અમલ તેમને શિર્ક તરફ લઈ જાય છે.