عَنْ أَنَسٍ رَضيَ اللهُ عنه أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَا تَقُومُ السَّاعَةُ حَتَّى يَتَبَاهَى النَّاسُ فِي الْمَسَاجِدِ».
[صحيح] - [رواه أبو داود والنسائي وابن ماجه] - [سنن أبي داود: 449]
المزيــد ...
અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«કયામત ત્યાં સુધી સ્થાપિત નહીં થાય જ્યાં સુધી લોકો મસ્જિદ (ના શરગાણ બાબતે) અભિમાન ન કરવા લાગે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - - [સુનન્ અબી દાઉદ - 449]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું: ખરેખર કયામત નજીક આવવાની અને દુનિયા ખત્મ થવાની નિશાની એ છે કે લોકો પોતાની મસ્જિદના શણગાર બાબતે અભિમાન કરશે, અથવા મસ્જિદની અંદર પોતાના દુનિયાના વૈભવી જીવન વિશે અભિમાન કરશે, જે મસ્જિદો ફક્ત અલ્લાહના નામનું સ્મરણ કરવા માટે બનાવવામાં આવી છે.