+ -

عَنْ عَائِشَةَ أُمِّ المُؤْمِنين رَضيَ اللهُ عنها قَالَتْ:
كَانَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَسْتَفْتِحُ الصَّلَاةَ بِالتَّكْبِيرِ، وَالقِرَاءَةِ، بِـ الحَمْدُ لِلَّهِ رَبِّ العَالَمِينَ، وَكَانَ إِذَا رَكَعَ لَمْ يُشْخِصْ رَأْسَهُ وَلَمْ يُصَوِّبْهُ، وَلَكِنْ بَيْنَ ذَلِكَ، وَكَانَ إِذَا رَفَعَ رَأْسَهُ مِنَ الرُّكُوعِ لَمْ يَسْجُدْ حَتَّى يَسْتَوِيَ قَائِمًا، وَكَانَ إِذَا رَفَعَ رَأْسَهُ مِنَ السَّجْدَةِ لَمْ يَسْجُدْ حَتَّى يَسْتَوِيَ جَالِسًا، وَكَانَ يَقُولُ فِي كُلِّ رَكْعَتَيْنِ التَّحِيَّةَ، وَكَانَ يَفْرِشُ رِجْلَهُ اليُسْرَى وَيَنْصِبُ رِجْلَهُ اليُمْنَى، وَكَانَ يَنْهَى عَنْ عُقْبَةِ الشَّيْطَانِ، وَيَنْهَى أَنْ يَفْتَرِشَ الرَّجُلُ ذِرَاعَيْهِ افْتِرَاشَ السَّبُعِ، وَكَانَ يَخْتِمُ الصَّلَاةَ بِالتَّسْلِيمِ.

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 498]
المزيــد ...

ઉમ્મુલ્ મુઅમિનિન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું:
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નમાઝની શરૂઆત તકબીરે તહરિમાથી અને અલ્ હમ્દુ લિલ્લાહિ રબ્બિલ્ આલમીનની તિલાવત દ્વારા કરતા, જ્યારે રુકૂઅ કરતા તો માથાને ન તો વધારે ઝુકાવીને રાખતા અને ન તો વધારે ઉપર રાખતા, પરંતુ બરાબર રાખતા હતા, અને જ્યારે રુકૂઅથી માથું ઉઠાવતા, તો જ્યાં સુધી સીધા ઉભા ન થઈ જતા, સિજદો ન કરતા, તેમજ જ્યારે સિજદાથી માથું ઉઠાવતા, તો ત્યાં સુધી બીજો સિજદો ન કરતા, જ્યાં સુધી સીધા બેસી નહતા જતા, દરેક બે રકઅત પછી અત્ તહિય્યાત પઢતા, ડાબા પગને આડો કરી તેના પર બેસતા અને જમણો પગ ઉભો રાખતા અને શૈતાનની જેમ બેસવાથી રોકતા, તેમજ જંગલી જાનવરની માફક હાથ ફેલાવી બેસવાથી પણ રોકતા, અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સલામ દ્વારા નમાઝ પૂર્ણ કરતા.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 498]

સમજુતી

ઉમ્મુલ્ મુઅમિનીન્ આયશા રઝી અલ્લાહુ અન્હા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે પ્રમાણે નમાઝ પઢતા તેની પદ્ધતિ વર્ણન કરી રહ્યા છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તકબીરે તહરીમાંથી નમાઝ શરૂ કરતાં અને તે «અલ્લાહુ અકબર» કહેતા, અને સૂરે ફાતિહાની તિલાવતથી શરૂ કરતાં: «"અલ્ હમ્દુ લિલ્લાહિ રબ્બિલ્ આલમીન" (દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે)...» કિયામ કર્યા પછી આપ રુકૂઅ કરતા, રુકૂઅમાં પોતાનું માથું ન તો વધારે ઝુકાવી રાખતા હતા અને ન તો વધારે ઉપર રાખતા, પરંતુ તદ્દન સીધી પીઠ રાખતા હતા, જ્યારે રુકૂઅ કરી માથું ઉઠાવતા, તો સિજદામાં જતા પહેલા સીધા ઉભા રહેતા, જ્યારે પહેલો સિજદો કરી માથું ઉઠાવતા, તો જ્યાં સુધી તદ્દન સીધા બેસી ન જતા બીજો સિજદો ન કરતા. અને દરેક બે નમાઝ પછી તશહહુદમાં બેસતા અને કહેતા: «"અત્ તહિય્ચાતુ લિલ્લાહિ વસ્સલવાતિ વત્ તોય્યિબાતિ" (મારી) દરેક પ્રકારના વખાણ, દરેક દુઆઓ અને દરેક સારા કાર્યો અને વાતો ફક્ત અલ્લાહ માટે જ છે)...» અને જ્યારે પણ બે સિજદા વચ્ચે અથવા તશહ્હુદ માટે બેસતા, તો ડાબો પગ ફેલાવી તેના પર બેસી જતા અને જમણો પગ ઉભો રાખતા હતા. શૈતાનની બેઠકે બેસવાથી રોક્યા છે, અને તે એ કે બન્ને પગને જમીન પર ફેલાવી દેવામાં આવે, એડીઓને પણ ફેલાવી અને નિતંબને જમીન પર ચોંટાડી દેવામાં આવે, તેમજ હાથ ફેલાવીને બેસવાથી પણ રોક્યા છે, જેવી રીતે કૂતરું ફેલાવી બેસે છે, જંગલી જાનવરની માફક જ હાથ ફેલાવી બેસવાથી રોક્યા છે. નમાઝ સલામ દ્વારા પૂર્ણ કરતા: «"અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહિ" (તમારા પર સલામતી અને અલ્લાહની રહેમત તેમજ બરકતો ઉતરે)», એકવાર જમણી બાજુ અને બીજી વાર ડાબી બાજુ મોઢું ફેરવતા.

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની નમાઝનો તરીકો વર્ણન કરવામાં આવ્યો છે.
  2. તકબીરે તહરિમા જરૂરી છે, જે નમાઝના શબ્દો અને ક્રિયાઓનો વિરોધાભાસ કરતા દરેક શબ્દ અથવા ક્રિયાને પ્રતિબંધિત કરે છે, નમાઝની શરૂઆત માટે તેના બદલે કોઈ શબ્દોનો ઉપયોગ કરી શકતા નથી.
  3. સૂરે ફાતિહા પઢવી જરૂરી છે.
  4. રુકૂઅ જરૂરી છે અને તેમા પીઠને સીધી રાખવી શ્રેષ્ઠ છે, ન તો વધારે ઉઠાવી અને ન તો વધારે ઝુકાવવી.
  5. રુકૂઅ માંથી ઉભા થવું જરૂરી છે અને સિજદામાં જતા પહેલા થોડુંક ઉભા રહેવું પણ જરૂરી છે.
  6. સિજદો કરવો જરૂરી છે, પહેલો સિજદો કર્યા પછી, ત્યાં સહેજ વાર માટે બેસવું પણ જરૂરી છે.
  7. નમાઝ પઢતી વખતે નમાઝ પઢનાર ડાબો પગ ફેલાવી શકે છે અને જમણો પગ ઉંચો કરી શકે છે, જોકે, મગરિબ અને ઈશાની નમાઝ જેમાં બે વખત તશહ્હુદ આવતા હોય, તેમાં અંતિમ તશહ્હુદમાં પગ ક્રોસ કરીને બેસવાની પણ પરવાનગી છે, આ બાબતે અન્ય હદીષો પણ આવેલી છે.
  8. શૈતાનની માફક બેસવા પર રોકવામાં આવ્યા છે, અને એવી રીતે કે બન્ને એડી ઉભી રાખી, બન્ને પગ ફેલાવી અને એ બન્નેની વચ્ચે જમીન પર નિતંબ ચોંટાડી બેસવામાં આવે.
  9. જંગલી જાનવરની માફક પણ બેસવાથી રોક્યા છે, એવી રીતે કે બન્ને હાથ ફેલાવીને બેસવું અને તે આળસ અને નબળાઇની નિશાની છે.
  10. શૈતાન અને પ્રાણીઓના કાર્યોનું અનુકરણ કરવાથી રોકવામાં આવ્યા છે.
  11. સલામ પર જ નમાઝ પૂર્ણ કરવી જરૂરી છે, અને જે સદાચારી નમાઝ પઢનાર, હાજર અને ગેરહાજર દરેક માટે દરેક પ્રકારની દુષ્ટતા અને ખામીઓથી સુરક્ષિત રહેવા માટેની એક દુઆ છે.
  12. નમાઝ શાંતિથી પઢવી જરૂરી છે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી થાય આસામી الهولندية الدرية المجرية الجورجية المقدونية
ભાષાતર જુઓ
વધુ