عن ابن عباس رضي الله عنهما:
كان النبي صلى الله عليه وسلم يقول بين السجدتين: «اللَّهمَّ اغْفِرْ لي، وارْحَمْنِي، وعافِني، واهْدِني، وارزقْنِي».

[حسن بشواهده] - [رواه أبو داود والترمذي وابن ماجه وأحمد]
المزيــد ...

અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે:
નબી ﷺ નમાઝમાં બંને સિજદા વચ્ચે આ દુઆ પઢતા હતા: «"અલ્લાહુમ્મગ્ ફિર્લી, વર્ હમ્ની, વઆફિની, વહ્દિની, વર્ ઝુક્ની" (અર્થ: હે અલ્લાહ ! તું મને માફ કરી દે, મારા પર રહેમ કર, મને આફિયત આપ, મને માર્ગદર્શન આપ અને મને રોજી આપ)».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

નબી ﷺ નમાઝમાં બંને સિજદા વચ્ચે પાંચ વસ્તુઓની દુઆ માંગતા હતા, જેની એક મુસલમાનને ખૂબ જ જરૂર છે, અને જેમાં દુનિયા ને આખિરતની ભલાઈઓ છે, નબી ﷺ ગુનાહ પર પડદો નાખવા અને તેણી માફી માંગવા, પોતાના માટે રહેમતની પ્રાપ્તિ તથા ખરાબ શંકાઓ અને મનેચ્છાઓ અને બીમારીઓ અને મોટી મોરી મહામારીઓથી બચવા, સત્યના માર્ગ પર ચાલવા અને તેના પર કાયમ રહેવા, રોજી, ઈમાન, ઇલ્મ, નેક અમલ અને હલાલ અને પવિત્ર માલની પ્રાપ્તિની દુઆ કરતાં હતા.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આ દુઆ બંને સિજદા વચ્ચે પઢવી જોઈએ.
  2. આ દુઆની મહત્ત્વતા, જેમાં દુનિયા અને આખિરતમાં ભલાઈ શામેલ છે.
વધુ