عَنْ وَائِل بن حُجرٍ رضي الله عنه قَالَ:
صَلَّيْتُ مَعَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَكَانَ يُسَلِّمُ عَنْ يَمِينِهِ: «السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ»، وَعَنْ شِمَالِهِ: «السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللَّهِ».
[حسن] - [رواه أبو داود] - [سنن أبي داود: 997]
المزيــد ...
વાઇલ બિન હુજ્ર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે નમાઝ પઢી, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જમણી બાજુ મોઢું ફેરવતા આ શબ્દો કહી સલામ કર્યું: «"અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહ વબરકાતુહુ" (તમારા પર સલામતી અને અલ્લાહની રહેમતો તેમજ બરકતો ઉતરે)», અને ડાબી બાજુ મોઢું ફેરવતા આજ શબ્દો કહ્યા: «"અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહ વબરકાતુહુ" (તમારા પર સલામતી અને અલ્લાહની રહેમતો તેમજ બરકતો ઉતરે)».
[હસન] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સુનન્ અબી દાઉદ - 997]
જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નમાઝ સમાપ્ત કરતાં, તો જમણી અને ડાબી બાજુ મોઢું ફેરવી સલામ કરતા, અને જમણી બાજુ મોઢું કરી કહેતા: ("અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહ વબરકાતુહુ" (તમારા પર સલામતી અને અલ્લાહની રહેમતો તેમજ બરકતો ઉતરે), અને એવી જ રીતે ડાબી બાજુ પણ પોતાનું મોઢું ફેરવી સલામ કરતાં અને કહેતા: ("અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહ વબરકાતુહુ" (તમારા પર સલામતી અને અલ્લાહની રહેમતો તેમજ બરકતો ઉતરે).