عَنِ ابْنِ أَبِي أَوْفَى رضي الله عنه قَالَ:
كَانَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا رَفَعَ ظَهْرَهُ مِنَ الرُّكُوعِ قَالَ: «سَمِعَ اللهُ لِمَنْ حَمِدَهُ، اللَّهُمَّ رَبَّنَا لَكَ الْحَمْدُ، مِلْءَ السَّمَاوَاتِ وَمِلْءَ الْأَرْضِ وَمِلْءَ مَا شِئْتَ مِنْ شَيْءٍ بَعْدُ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 476]
المزيــد ...
ઈબ્ને અબી અવફા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેઓ કહે છે:
નબી ﷺ જ્યારે રુકૂઅ માંથી પોતાની પીઠ ઉઠાવતા તો કહેતા: «સમિઅલ્લાહુ લિમન હમિદહ, અલ્લાહ તઆલાએ સાંભળ્યું, જેણે તેની પ્રશંસા કરી, હે અલ્લાહ ! તારા માટે જ વખાણ છે, આકાશ જેટલુ ભરીને, જમીન જેટલું ભરીને અને તેના સિવાય જે ઈચ્છે, તેના જેટલી અમે પ્રશંસા કરીએ છીએ.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 476]
નબી ﷺ જ્યારે રુકૂઅ માંથી પોતાની પીઠ ઉઠાવતા તો કહેતા: "સમિઅલ્લાહુ લિમન હમિદહ", અર્થાત્ અલ્લાહ તઆલાએ સાંભળ્યું, જેણે તેની પ્રશંસા કરી, તેણે તેમની પ્રશંસા કબૂલ કરી અને તેમને ઇનામ આપ્યું પછી આ શબ્દો વડે અલ્લાહના વખાણ કર્યા, હે અલ્લાહ ! તારા માટે જ વખાણ છે, આકાશ જેટલુ ભરીને, જમીન જેટલુ ભરીને અને તેના સિવાય જે ઈચ્છે તેના જેટલી પ્રશંસા છે, જમીન અને આકાશ તેમજ તે બંને વચ્ચે જેટલું છે તેટલી પ્રશંસા અમે કરી અને અલ્લાહ જેટલી ઈચ્છા કરે એટલી ભરીને તેની પ્રશંસા કરીએ છીએ.