عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه:
أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَرَأَ فِي رَكْعَتَيِ الْفَجْرِ: {قُلْ يَا أَيُّهَا الْكَافِرُونَ}، وَ{قُلْ هُوَ اللهُ أَحَدٌ}.
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 726]
المزيــد ...
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફજરની બન્ને (સુન્નત) રકઅતોમાં સૂરે કાફિરૂન અને સૂરે ઇખલાસ પઢતા હતા.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 726]
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફજરની સુન્નતમાં સૂરે ફાતિહા પછી પહેલી રકઅતમાં સૂરે કાફિરૂના અને બીજી રકઅતમાં સૂરે ઇખલાસ પઢવાનું પસંદ કરતાં હતા.