عَنْ عَبْدِ اللَّهِ بْنِ عُمَرَ رَضيَ اللهُ عنهما:
سَأَلَ رَجُلٌ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ وَهُوَ عَلَى المِنْبَرِ، مَا تَرَى فِي صَلاَةِ اللَّيْلِ، قَالَ: «مَثْنَى مَثْنَى، فَإِذَا خَشِيَ الصُّبْحَ صَلَّى وَاحِدَةً، فَأَوْتَرَتْ لَهُ مَا صَلَّى» وَإِنَّهُ كَانَ يَقُولُ: «اجْعَلُوا آخِرَ صَلاَتِكُمْ وِتْرًا» فَإِنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَمَرَ بِهِ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 472]
المزيــد ...
અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે:
એક વ્યક્તિએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સવાલ કર્યો તે સમયે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મિન્બર ઉપર હતા, રાતની નમાઝ વિશે તમારું શું કહેવું છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «બે બે રકઅત કરી પઢવી, જ્યારે સવાર થઈ જવાનો ભય થાય, તો પછી એક રકઅત (વિત્તર) પઢી લેવી», તે તમારી દરેક નમાઝને એકી સંખ્યામાં કરી દેશે, ઈબ્ને ઉમર કહે છે: «વિત્તરની નમાઝને છેલ્લી નમાઝ બનાવો» કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેનો આદેશ આપ્યો છે.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 472]
એક વ્યક્તિએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સવાલ કર્યો, તે સમયે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મિન્બર ઉપર ખુતબો આપી રહ્યા હતા: હે અલ્લાહના પયગંબર! રાત્રે કંઈ રીતે નમાઝ પઢવી મને શીખવાડો? તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: બે બે રકઅત પઢી સલામ ફેરવી દો, અને જ્યારે ફજર થવાનો ભય હોય, તો તમારી નમાઝને એકી સંખ્યામાં કરી દો, અર્થાત્ વિત્તર પઢી લો, અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ છેલ્લી નમાઝ વિત્તરને કરવાની વસિયત કરી છે.