+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ لِبِلاَلٍ عِنْدَ صَلاَةِ الفَجْرِ:
«يَا بِلاَلُ، حَدِّثْنِي بِأَرْجَى عَمَلٍ عَمِلْتَهُ فِي الإِسْلاَمِ، فَإِنِّي سَمِعْتُ دَفَّ نَعْلَيْكَ بَيْنَ يَدَيَّ فِي الجَنَّةِ» قَالَ: مَا عَمِلْتُ عَمَلًا أَرْجَى عِنْدِي أَنِّي لَمْ أَتَطَهَّرْ طَهُورًا، فِي سَاعَةِ لَيْلٍ أَوْ نَهَارٍ، إِلَّا صَلَّيْتُ بِذَلِكَ الطُّهُورِ مَا كُتِبَ لِي أَنْ أُصَلِّيَ.

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1149]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ફજરની નમાઝ વખતે બિલાલને કહ્યું:
«હે બિલાલ! મને તમે ઇસ્લામમાં સૌથી પુણ્યશાળી કરેક કાર્ય વિષે જણાવો, ખરેખર મેં જન્નતમાં તમારા ચપ્પલનો અવાજ સંભાળ્યો છે», બિલાલ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મેં કોઈ એવું કાર્ય કર્યું નથી જે સૌથી પુણ્યશાળીવધુ હોય સિવાય કે હું રાત અને દિવસ દરમિયાન કોઈ પણ સમયે મેં વઝૂ કરી નમાઝ પઢી છે, અનિવાર્ય નમાઝ સિવાય.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 1149]

સમજુતી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સપનામાં જોયું કે આપ જન્નતમાં છે, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ બિલાલ બિન્ રબાહ રઝી અલ્લાહુ અન્હુને કહ્યું: સૌથી પુણ્યશાળી અમલ વિષે જણાવો જે તમે ઇસ્લામમાં સ્વેચ્છિક રૂપે કરો છો, ખરેખર મેં જન્નતમાં તમારા ચપ્પલની હળવી સાંભળી જયારે તમે જન્નતમાં મારી આગળ ચાલી રહ્યા હતા. બબિલાલ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: સૌથી વધારે પુએન્શાળી અમલ તે હશે જે હું કરું છું કે મેં રાત્રે અને દિવસે ક્યારે પણ વઝૂ નથી તોડ્યું અને તે વઝૂ દ્વારા મારા પાલનહાર માટે નફિલ નમાઝ પઢી જે મારા માટે અનિવાર્ય કરવામાં આવી ન હતી.

હદીષથી મળતા ફાયદા

  1. બિલાલ રઝી અલ્લાહુ અન્હુએ જણાવેલા અમલ કરવાની મહત્ત્વતા, અને તે એક જયારે પણ તેઓ પાક થતા અને વઝૂ કરતા તો નમાઝ પઢતા, અને તે સૌથી વધુ પુણ્યશાળી અને જન્નતમાં દાખલ થવાનો સ્ત્રોત છે.
  2. દરેક વઝૂ પછી નમાઝ પઢી શકાય છે.
  3. કોઈ પણ આદર્શ અને માર્ગદર્શક વ્યક્તિનું પોતાના વિદ્યાર્થીના કાર્ય વિશે પૂછવાનો અર્થ એ કે તે કાર્ય સારું હોય તો તેના પર અડગ રહેવા પર પ્રોત્સાહન આપવું અને જો યોગ્ય ન હોય તો ચેતવણી આપવી.
  4. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સાક્ષી કે બિલાલ રઝી અલ્લાહુ અન્હુ જન્નતી લોકો માંથી છે.
  5. આ સવાલ ફજરની નમાઝ વખતે કરવામાં આવ્યો, તેનો અર્થ એ કે આ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સપનામાં થયું હતું, અને પયગંબરોના સપના સત્ય હોય છે.
ભાષાતર: બંગાલી વિયેતનામીસ કુરદી પુરતગાલી થાય આસામી الهولندية الدرية المجرية الجورجية المقدونية
ભાષાતર જુઓ
વધુ