عَنْ عَمْرِو بْنِ الحَارِثِ خَتَنِ رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَخِي أُمِّ المؤمِنين جُوَيْرِيَةَ بِنْتِ الحَارِثِ رَضِيَ اللَّهُ عَنْهُم، قَالَ:
مَا تَرَكَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عِنْدَ مَوْتِهِ دِرْهَمًا وَلاَ دِينَارًا وَلاَ عَبْدًا وَلاَ أَمَةً وَلاَ شَيْئًا، إِلَّا بَغْلَتَهُ البَيْضَاءَ، وَسِلاَحَهُ، وَأَرْضًا جَعَلَهَا صَدَقَةً.
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 2739]
المزيــد ...
અમ્ર બિન્ હારિષ, જે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સાળા અને મોમિનોની માતા જુવૈરિયા બિન્તે હારિષ રઝી અલ્લાહુ અન્હુમના ભાઈ છે, તેઓ વર્ણન કરે છે, તેમણે કહ્યું:
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના મૃત્યુના સમયે દિરહમ, દીનાર, ગુલામ, દાસી કે બીજું કઈ છોડ્યું ન હતું, સિવાય કે તેમનું એક સફેદ ખચ્ચર, તેમના શસ્ત્રો અને જમીનનો ટુકડો, જે તેમણે દાન તરીકે નિયુક્ત કર્યો હતો.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 2739]
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક પણ ચાંદીનો દિરહામ અને એક પણ સોનાનો દીનાર, કોઈ પણ ગુલામ કે દાસી, કોઈ ઘેટું, ઊંટ કે કોઈ પણ પ્રકારની દુનિયાની સંપત્તિ છોડીને ગયા ન હતા, સિવાય કે એક સફેદ ખચ્ચર જેના પર તેઓ સવારી કરતા હતા, તેમના શસ્ત્રો, જે તેઓ ઉપાડતા હતા, અને એક જમીનનો ટુકડો, જે તેમણે પોતાના જીવનકાળ દરમિયાન મુસાફરો માટે દાન કરી દીધો હતો.