+ -

عَنْ عَائِشَةَ أُمِّ المُؤْمِنينَ رَضِيَ اللَّهُ عَنْهَا قَالَتْ:
كَانَ فِرَاشُ رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ مِنْ أَدَمٍ، وَحَشْوُهُ مِنْ لِيفٍ، وَلِمُسلمٍ: كَانَ وِسَادَةُ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ الَّتِي يَتَّكِئُ عَلَيْهَا مِنْ أَدَمٍ حَشْوُهَا لِيفٌ.

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6456]
المزيــد ...

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું:
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પથારી ચામડાની હતી, જેમાં ખજૂરના રેસા ભરેલા હતા, મુસ્લિમની હદીષમાં છે: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું ઓશીકું, જેના પર બેસતા હતા, તે ચામડાનું બનેલું હતું જેમાં ખજૂરના રેસા હતા.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 6456]

સમજુતી

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હાએ જણાવ્યું કે તે પથારી જેના પર અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સૂઈ જતા હતા, તે એક સાફ કરેલા ચામડાનું બનેલું હતું અને તે ખજૂરના રેસાથી ભરેલું હતું, એજ રીતે ઓશીકું પણ હતું, જેના પર તેઓ બેસતા હતા.

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષ દુનિયાના સુખોને છોડવાનું ઉદાહરણ છે, જેના પર નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમલ કર્યો હતો, જોકે અલ્લાહએ તેમને તક આપી હતી, અને જો તેઓ ઈચ્છતા, તો તેનો આનંદ માણી શકતા હતા.
  2. પલંગ અને ગાદલાનો ઉપયાગ કરી શકાય છે અને તેના પર સૂઈ શકાય છે.
  3. એક મુસલમાને પોતાની સ્થિતિ અને જીવનશૈલીને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સ્થિતિ મુજબ પસાર કરવું જોઈએ, કારણકે તે તેના માટે સૌથી શ્રેષ્ઠ આદર્શ છે, જે વ્યક્તિ તેમનું અનુસરણ કરશે તો તે દુનિયા અને આખિરતમાં સફળ થશે.
  4. આખિરત માટે તૈયારી કરવાની મહત્ત્વતા અને એક મોમિને તેના પર સંતુષ્ટ થવું જે આ દુનિયામાં તેને અલ્લાહના અનુસરણમાં મદદરૂપ થાય, અને ખુબ ઘન ભેગું કરવામાં વ્યસ્ત ન રહે, અલ્લાહએ કોમને ઠપકો આપતા કહ્યું: {વધુ પ્રાપ્તિની ઘેલછાએ તમને બેધ્યાન કરી દીધા છે (૧) એટલે સુધી કે તમે કબર સુધી પહોંચી ગયા} [અત્ તકાષુર: ૧-૨].
ભાષાતર: અંગ્રેજી ઇન્ડોનિષયન બંગાલી વિયેતનામીસ કુરદી પુરતગાલી સ્વાહીલી થાય આસામી الهولندية الدرية المجرية الجورجية المقدونية الخميرية
ભાષાતર જુઓ
વધુ