عَنْ عَبْدِ اللهِ بْنِ مُغَفَّلٍ رضي الله عنه قَالَ: قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم:
«بَيْنَ كُلِّ أَذَانَيْنِ صَلَاةٌ، بَيْنَ كُلِّ أَذَانَيْنِ صَلَاةٌ» ثُمَّ قَالَ فِي الثَّالِثَةِ: «لِمَنْ شَاءَ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 627]
المزيــد ...
અબ્દુલ્લાહ બિન મુગફ્ફલ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«દરેક બે અઝાનો વચ્ચે નમાઝ છે, દરેક બે અઝાન વચ્ચે નમાઝ છે», ફરી ત્રીજી વખત કહ્યું: «તેના માટે જે ઈચ્છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 627]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે દરેક અઝાન અને ઈકામતની વચ્ચે નફિલ નમાઝ છે, આ વાક્ય ત્રણ વખત કહ્યું, ત્રીજી વખતે કહ્યું તેના માટે મુસ્તહબ છે, જે નમાઝ પઢવાનો ઈરાદો કરે.