عن أَبِي سَعِيدٍ الْخُدْرِيَّ رَضِيَ اللهُ عنه قَالَ: قَالَ رَسُولُ اللهُ صلَّى اللهُ عليهِ وَسَلَّم:
«لَقِّنُوا مَوْتَاكُمْ لَا إِلَهَ إِلَّا اللهُ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 916]
المزيــد ...
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«તમે પોતાના મૃતકોને લા ઇલાહ ઇલ્લલ્લાહ પઢવાનું યાદ અપાવો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 916]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પ્રોત્સાહિત કર્યા કે જે વ્યક્તિ મૃત્યુની નજીક હોય, તેની સમક્ષ આપણે લા ઇલાહ ઈલ્લલ્લાહ કહેતા રહીએ અહીં સુધી કે તે કહી દે, જેથી તેના અંતિમ શબ્દો તે જ હોય.