+ -

عَنِ ابْنِ عَبَّاسٍ رَضيَ اللهُ عنهُما قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«البَسُوا مِنْ ثِيَابِكُمُ البَيَاضَ، فَإِنَّهَا مِنْ خَيْرِ ثِيَابِكُمْ، وَكَفِّنُوا فِيهَا مَوْتَاكُمْ».

[صحيح] - [رواه أبو داود والترمذي وابن ماجه] - [سنن الترمذي: 994]
المزيــد ...

ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«તમારા વસ્ત્રો માંથી સફેદ કપડાં પહેરો, તે તમારા શ્રેષ્ઠ કપડાઓ માંથી છે, અને તમારા મૃતકોને સફેદ કપડાંમાં જ કફન આપો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 994]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પુરુષોને સફેદ વસ્ત્રો પહેરવા અને તેમાં મૃતકને કફન આપવાનું માર્ગદર્શન આપ્યું છે; કારણ કે તે શ્રેષ્ઠ વસ્ત્રો માંથી છે.

હદીષથી મળતા ફાયદા

  1. સફેદ કપડાં પહેરવાની યોગ્યતા અને અન્ય રંગના કપડાં પહેરવા પણ જાઈઝ છે.
  2. મૃતકોને સફેદ કપડાંમાં કફન આપવાની યોગ્યતાનું વર્ણન.
  3. ઈમામ શૌકાની રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ દ્વારા જાણવા મળ્યું કે સફેદ કપડાં પહેરવા અને મૃતકોને તેમાં કફન આપવું જાઈઝ છે; કારણકે તે અન્ય રંગ કરતાં વધુ શ્રેષ્ઠ અને પવિત્ર છે, જ્યાં સુધી તેની શ્રેષ્ઠતાની વાત છે તો તે સ્પસ્ટ છે, અને રહી પવિત્રતાની વાત તો તે તેમાં લાગવા વાળી નાની ગંદકી પણ સ્પસ્ટ રૂપે દેખાઈ આવે છે, જે તેની પવિત્રતા જાહેર કરે છે.
ભાષાતર: અંગ્રેજી ઇન્ડોનિષયન સિન્હાલા વિયેતનામીસ હૌસા પુરતગાલી સ્વાહીલી થાય આસામી الهولندية الرومانية المجرية الجورجية
ભાષાતર જુઓ
વધુ