عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه أَنَّ رَسُولَ اللهِ صلى الله عليه وسلم قَالَ:
«إِذَا مَاتَ الْإِنْسَانُ انْقَطَعَ عَنْهُ عَمَلُهُ إِلَّا مِنْ ثَلَاثَةٍ: إِلَّا مِنْ صَدَقَةٍ جَارِيَةٍ، أَوْ عِلْمٍ يُنْتَفَعُ بِهِ، أَوْ وَلَدٍ صَالِحٍ يَدْعُو لَهُ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1631]
المزيــد ...
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત છે કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું:
«જ્યારે માનવી મૃત્યુ પામે છે, તો ત્રણ અમલ સિવાય તેના દરેક અમલ ખત્મ થઈ જાય છે, એક સદકએ જારિયહ (નિરંતર દાન), બીજું એવું ઇલ્મ જેના દ્વારા તેના મૃત્યુ પછી પણ ફાયદો ઉઠાવવામાં આવે અને ત્રીજું નેક બાળકો જે પોતાના માતા-પિતાના હકમાં દુઆ કરતા રહે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 1631]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ જણાવ્યું કે મૃત્યુની સાથે જ માનવીના કાર્યો ખતમ થઈ જાય છે, મૃત્યુ પછી તેને નેકીઓ પ્રાપ્ત થતી નથી, પરંતુ આ ત્રણ અમલોના કારણે તેને સવાબ મળતો રહે છે:
પહેલું: સદકએ જારિયહ (નિરંતર દાન), જેનો સતત સવાબ પહોંચતો રહે છે, જેમકે વકફ કરેલ વસ્તુ, મસ્જિદ બનાવવી, કૂવો ખોદવો વગેરે.
બીજું: એવુ ઇલ્મ (જ્ઞાન) જેનાથી લોકો ફાયદો ઉઠાવતા રહે, જેમકે: ઇલ્મ વિષે કિતાબો લખવી, અથવા કોઈ વ્યક્તિને ઇલ્મ શીખવવું, જે પોતાના શિક્ષકના મૃત્યુ પછી તેનું ઇલ્મ (જ્ઞાન) ફેલાવતો રહે.
ત્રીજી: નેક મોમિન સંતાન, જે પોતાના માતા-પિતા માટે દુઆ કરતી રહે.