+ -

عن سعد بن عبادة رضي الله عنه أنه قال:
يَا رَسُولَ اللَّهِ، إِنَّ أُمَّ سَعْدٍ مَاتَتْ، فَأَيُّ الصَّدَقَةِ أَفْضَلُ؟، قَالَ: «الْمَاءُ»، قَالَ: فَحَفَرَ بِئْرًا، وَقَالَ: هَذِهِ لِأُمِّ سَعْدٍ.

[حسن بمجموع طرقه] - [رواه أبو داود والنسائي وابن ماجه] - [سنن أبي داود: 1681]
المزيــد ...

સઅદ બિન ઉબાદહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
હે અલ્લાહના રસૂલ! ઉમ્મ સઅદનું મૃત્યુ થઈ ગયું છે, તો કયો સદકો તેમના માટે સૌથી શ્રેષ્ઠ છે?, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «પાણી», રાવી કહે છે કે સઅદે એક પાણીનો કુંવો ખોદાવ્યો અને કહ્યું કે આ ઉમ્મે અદ માટે છે.

- - [સુનન્ અબી દાઉદ - 1681]

સમજુતી

સઅદ બિન ઉબાદહ રઝી અલ્લાહુ અન્હુની માતાનું મૃત્યુ થઈ ગયું, તો તેમણે પોતાની માતા તરફથી સદકો કરવા માટે સૌથી શ્રેષ્ઠ સદકા વિશે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સવાલ કર્યો કે કયો સદકો તેમના તરફથી કરવો જોઈએ? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: સૌથી શ્રેષ્ઠ સદકો પાણી છે, તો તેમણે એક કૂવો ખોદાવ્યો અને પોતાની માતા તરફથી તેને સદકો કરી દીધો.

ભાષાતર: અંગ્રેજી ઇન્ડોનિષયન સિન્હાલા વિયેતનામીસ ટગાલોગ હૌસા મલ્યાલમ સ્વાહીલી થાય પૂશ્તો આસામી الأمهرية الهولندية Kirgisisch النيبالية Malagasy
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. પાણીનો સદકો શ્રેષ્ઠ સદકામાંથી છે,
  2. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સઅદ રઝી અલ્લાહુ અન્હુને પાણીનો સદકો કરવા તરફ માર્ગદર્શન આપ્યું; કારણકે આ સદકો દીન અને દુનિયા બાબતે વધારે ફાયદાકારક છે, સખત ગરમીના સમયે, જરૂરત વખતે અને પાણીની અછત વખતે.
  3. એ વાત ની પુષ્ટિ મળે છે કે મૃતકોને સદકાનો સવાબ પહોંચે છે.
  4. સઅદ બિન ઉબાદહ રઝી અલ્લાહુ અન્હુનું પોતાના માતાપિતા પ્રત્યે નેકી.
વધુ