عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال:
«قَالَ اللهُ: أَنْفِقْ يَا ابْنَ آدَمَ أُنْفِقْ عَلَيْكَ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5352]
المزيــد ...
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«અલ્લાહ તઆલાએ કહ્યું: હે ઈબ્ને આદમ ! તું ખર્ચ કર, તારા ઉપર પણ ખર્ચ કરવામાં આવશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 5352]
નબી ﷺ કહે છે કે મને અલ્લાહ તઆલાએ જણાવ્યું અને કહ્યું કે હે ઈબ્ને આદમ ! જરૂરી અને મુસ્તહબ (યોગ્ય) બન્નેમાં ખર્ચ કરતો રહે, તેના બદલામાં અલ્લાહ તઆલા તને ખૂબ વિશાળ રોજી આપશે અને તેમાં બરકત પણ આપશે.