عَنْ أَبِي ذَرٍّ رضي الله عنه:
أَنَّ نَاسًا مِنْ أَصْحَابِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالُوا لِلنَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: يَا رَسُولَ اللهِ، ذَهَبَ أَهْلُ الدُّثُورِ بِالْأُجُورِ، يُصَلُّونَ كَمَا نُصَلِّي، وَيَصُومُونَ كَمَا نَصُومُ، وَيَتَصَدَّقُونَ بِفُضُولِ أَمْوَالِهِمْ، قَالَ: «أَوَلَيْسَ قَدْ جَعَلَ اللهُ لَكُمْ مَا تَصَّدَّقُونَ؟ إِنَّ بِكُلِّ تَسْبِيحَةٍ صَدَقَةً، وَكُلِّ تَكْبِيرَةٍ صَدَقَةً، وَكُلِّ تَحْمِيدَةٍ صَدَقَةً، وَكُلِّ تَهْلِيلَةٍ صَدَقَةً، وَأَمْرٌ بِالْمَعْرُوفِ صَدَقَةٌ، وَنَهْيٌ عَنْ مُنْكَرٍ صَدَقَةٌ، وَفِي بُضْعِ أَحَدِكُمْ صَدَقَةٌ»، قَالُوا: يَا رَسُولَ اللهِ، أَيَأتِي أَحَدُنَا شَهْوَتَهُ وَيَكُونُ لَهُ فِيهَا أَجْرٌ؟ قَالَ: «أَرَأَيْتُمْ لَوْ وَضَعَهَا فِي حَرَامٍ أَكَانَ عَلَيْهِ فِيهَا وِزْرٌ؟ فَكَذَلِكَ إِذَا وَضَعَهَا فِي الْحَلَالِ كَانَ لَهُ أَجْرٌ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1006]
المزيــد ...
અબૂ ઝર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
નબી ﷺના કેટલાક સહાબાઓએ આપને કહ્યું: હે અલ્લાહના પયગંબર! માલદાર સહાબી અમારાથી વધારે સવાબ લઈ ગયા, જે રીતે અમે નમાઝ પઢીએ છીએ તેઓ પણ પઢે છે, જે રીતે અમે રોઝા રાખીએ છીએ તેઓ પણ રાખે છે, હવે તેનાથી વધારે તેઓ પોતાના માલ માંથી સદકો અને લિલ્લાહ રકમ દાન કરે છે આપ
ﷺએ કહ્યું: «શું અલ્લાહએ તમારા માટે કોઈ એવી વસ્તુ નથી બનાવી, જેને તમે દાન કરી શકો? બેશક સુબ્હાનલ્લાહ કહેવું સદકો ગણવામાં આવશે, અલ્લાહુ અકબર કહેવું સદકો ગણવામાં આવશે, અલ્ હમ્દુ લિલ્લાહ કહેવું સદકો ગણવામાં આવશે, લા ઇલાહ ઇલ્લલ્લાહ કહેવું પણ સદકો ગણવામાં આવશે, નેકી તરફ બોલાવવું પણ સદકો છે, કોઈને બુરાઈથી રોકવું પણ સદકો ગણવામાં આવશે, તમારા માંથી કોઈ પોતાની પત્ની સાથે પોતાની ઈચ્છા પૂરી કરે તે પણ સદકો ગણવામાં આવશે»,સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! અમારા માંથી એક વ્યક્તિ પોતાની ઈચ્છા પૂરી કરે છે શું તેના ઉપર પણ તેને સવાબ મળે છે? આપ
ﷺએ કહ્યું: «મને જણાવો કે શું તે તેને હરામ જગ્યાએ પુરી કરે તો તેને ગુનોહ થશે? એવી જ રીતે જો તે તેને હલાલ રીતે પુરી કરશે તો તેને સવાબ મળશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 1006]
કેટલાક ગરીબ સહાબાઓએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે પોતાની ગરીબીની ફરિયાદ કરી, જેના કારણે તેઓ સદકો નથી કરી શકતા, જે પ્રમાણે તેમના માલદાર ભાઈઓ પોતાના માલ માંથી સદકો કરી ઘણો સવાબ પ્રાપ્ત કરે છે, તેઓ તો અમારી જેમ જ નમાઝ પઢે છે, રોઝા રાખે છે પરંતુ તેઓ પોતાના માલ માંથી સદકો કરે છે, અને અમે સદકો કરી શકતા નથી! તો નબી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમની સ્થિતિ પ્રમાણે તેમને માર્ગદર્શન આપ્યું, જે તેઓ કરી શકતા હોય, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: શું અલ્લાહએ કોઈ એવો માર્ગ નથી બનાવ્યો, જેને અપનાવી તમે પણ સદકો કરી શકો?! કેમ નહીં જરૂર, તમારું સુબ્હાનલ્લાહ કહેવું: સદકો લખવામાં આવશે, એવી જ રીતે: (અલ્લાહુ અકબર) કહેવું પણ સદકો છે, (અલ્ હમ્દુ લિલ્લાહ) કહેવું પણ સદકો છે, (લા ઇલાહ ઇલ્લલ્લાહ) કહેવું પણ સદકો છે, (નેકીનો આદેશ આપવો પણ સદકો છે, (બુરાઈથી રોકવુ) પણ સદકો ગણવામાં આવશે, પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાની પત્ની સાથે ઈચ્છા પૂરી કરે છે તો તે પણ સદકો ગણવામાં આવશે. સહાબાઓને આશ્ચર્ય થયું અને કહ્યું: હે અલ્લાહના રસૂલ! એક વ્યક્તિ પોતાની ઈચ્છા પૂરી કરતો હોય તેના ઉપર પણ તેને સવાબ મળશે?! આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: મને જણાવો કે શું તે પોતાની ઈચ્છા પૂરી કરવા માટે વ્યભિચાર અથવા હરામ માર્ગ અપનાવતો તો શું તેને ગુનોહ ન થાત? એવી જ રીતે જો તે પોતાની ઈચ્છા હલાલ માર્ગ વડે પુરી કરે તો તેને જરૂર સવાબ મળશે.