+ -

عَنْ أَبي مَسْعُودٍ رضي الله عنه قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِنَّ مِمَّا أَدْرَكَ النَّاسُ مِنْ كَلاَمِ النُّبُوَّةِ الأُولَى: إِذَا لَمْ تَسْتَحْيِ فَاصْنَعْ مَا شِئْتَ».

[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 6120]
المزيــد ...

અબુ મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«પહેલાના પયગંબરોની જે વાત મળી, તેમાં આ વાત પણ છે કે જો હયા જ ન હોય, તો પછી જે મનમાં આવે તે કરો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 6120]

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે આગળ પસાર થઈ ગયેલ પયગંબરોએ જે વાતોનો આદેશ આપ્યો એમાં એક વાત એ પણ હતી કે લોકો બરાબર એ વાત નકલ કરતા ગયા અને આવનારી કોમ માટે વારસાગત રૂપે આ વાત પહોંચાડતા રહ્યા, અહીં સુધી કે આ કોમની શરૂઆતમાં જ આ વાતનો આદેશ આવી ગયો કે તમે જોવો તમે શું કરવા ઈચ્છો છો, જો તમારામાં હયા નામની વસ્તુ જ ન હોય તો પછી જે મનમાં આવે તે કરો, અને જો તમારામાં હયા હોય તો રુકી જાઓ, અર્થાત્ ખરાબ કામોથી પોતાને રોકી રાખવું હયા ગણવામાં આવશે, જો હયા જ ન હોય તો પછી દરેક અશ્લીલ અને ખરાબ કામમાં સપડાઈ જશો.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી થાય જર્મન પૂશ્તો આસામી الأمهرية الهولندية النيبالية الرومانية Malagasy Oromo
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. સારા અખલાકનું મૂળ હયા છે.
  2. હયા પયગંબરોના ગુણો માંથી એક ગુણ છે, અને તેમણે આપેલ આદેશો માંથી એક આદેશ છે.
  3. હયા એક એવી વસ્તુ છે, જે એક મુસલમાનને સારા અને સુંદર કામ કરવા પર ઉભારે છે અને ખરાબ કૃત્યો અને ટેવથી બચાવે છે.
  4. ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: કાર્યો માટે આદેશ મૂળ ઇબાહત એટલે કે હલાલનો છે, અર્થાત્, જયારે તમે કોઈ કાર્ય કરવાનો ઈરાદો કરો, અને તમને અલ્લાહ તરફથી અને લોકો તરફથી શરમ ન આવે, તો તે કામ કરી લો, અને જો તે કામ પર શરમ આવે તો ન કરશો, અને આ ઇસ્લામની મૂળ વાત છે, તેનો અર્થ એ થયો કે વાજીબ અને મન્દુબ કામ છોડવા પર શરમ આવવી જોઈએ અને હરામ તેમજ મકરુહ કામ કરવા પર શરમ આવી જોઈએ, જ્યાં સુધી જાઈઝ દરજ્જાનો આદેશ છે તો તે કરવા પર અને છોડવા પર પણ શરમ કરવી જોઈએ, આ પ્રમાણે હદીષમાં પાંચ આદેશોનો સમાવેશ થાય છે, કહેવામાં આવે છે કે આ વાક્યમાં ચેતવણી આપવામાં આવી છે, જો તમારામાં હયા ન હોય, તો જે મનમાં આવે તે કરો, અલ્લાહ જરૂર બદલો લેશે, અથવા એક ખબર આપવાવાળું વાક્ય છે કે તમારામાં હયા નથી હવે જે ઈચ્છા હોય તે કરો.
વધુ