+ -

عَنْ جَابِرِ بْنِ عَبْدِ اللَّهِ رَضِيَ اللَّهُ عَنْهُمَا أَنَّهُ سَمِعَ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، يَقُولُ عَامَ الفَتْحِ وَهُوَ بِمَكَّةَ:
«إِنَّ اللَّهَ وَرَسُولَهُ حَرَّمَ بَيْعَ الخَمْرِ، وَالمَيْتَةِ وَالخِنْزِيرِ وَالأَصْنَامِ»، فَقِيلَ: يَا رَسُولَ اللَّهِ، أَرَأَيْتَ شُحُومَ المَيْتَةِ، فَإِنَّهَا يُطْلَى بِهَا السُّفُنُ، وَيُدْهَنُ بِهَا الجُلُودُ، وَيَسْتَصْبِحُ بِهَا النَّاسُ؟ فَقَالَ: «لاَ، هُوَ حَرَامٌ»، ثُمَّ قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عِنْدَ ذَلِكَ: «قَاتَلَ اللَّهُ اليَهُودَ إِنَّ اللَّهَ لَمَّا حَرَّمَ شُحُومَهَا جَمَلُوهُ، ثُمَّ بَاعُوهُ، فَأَكَلُوا ثَمَنَهُ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 2236]
المزيــد ...

જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે તેઓ કહે છે કે તેમણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને મક્કાના વિજયના દિવસે કહેતા સાંભળ્યા:
«ખરેખર અલ્લાહ અને તેના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ શરાબ, મૃતક, ડુક્કર અને મૂર્તિઓની લે-વેચ કરવાને હરામ કર્યું છે», પૂછવામાં આવ્યું: હે અલ્લાહના રસૂલ! મૃતકની ચરબી વિશે શું આદેશ છે, કારણકે તેને હોડી પર લગાવવામાં આવે છે, ચામડા પર લગાવે છે અને તેનાથી લોકો ઘરમાં દીવો પણ સળગાવે છે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ના, તે પણ હરામ છે», ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહ તઆલા યહૂદીઓને નષ્ટ કરે જ્યારે અલ્લાહએ તેમના માટે ચરબી હરામ કરી તો તેઓએ તેને ઓગાડી વેચવાનું શરૂ કરી દીધું અને તેની કિંમત ખાવા લાગ્યા».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 2236]

સમજુતી

મક્કા વિજયના દિવસે જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા, અને તેઓ મક્કામાં જ હતા: અલ્લાહ અને તેનો રસૂલ તમારા માટે શરાબ, મૃતક, ડુક્કર અને મૂર્તિઓનો વેપાર હરામ કરે છે, પૂછવામાં આવ્યું કે હે અલ્લાહના રસૂલ ! શું અમે મૃતકની ચરબીનો વેપાર કરી શકીએ છીએ? કારણકે અમે તેને હોડીઓ પર લગાવીએ છીએ, ચામડા પર તેનો ઉપયોગ કરીએ છીએ અને લોકો તેને ઘરમાં દિવા સળગાવે છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું કે ના, તેનો વેપાર પણ હરામ જ છે, પછી તે વખતે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું કે: અલ્લાહ યહૂદીઓ ને નષ્ટ કરે અને તેમના પર લઅનત થાય; અલ્લાહએ તેમના પર જાનવરોની ચરબી હરામ કરી, તો તે લોકોએ ચરબીને ઓગાળી તેનું તેલ વેચવા લાગ્યા અને તેની કિંમત ખાવા લાગ્યા.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા મલ્યાલમ સ્વાહીલી થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية الرومانية Malagasy
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. ઇમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: મૃતક, શરાબ અને ડુક્કર આ દરેક વસ્તુની લે-વેચ કરવી હરામ છે, તેના પર દરેક મુસલમાનોનો ઇજમાઅ (સર્વસંમતિ) છે.
  2. ઈમામ કાઝી રહિમહુલ્લાહએ કહ્યું: હદીષમાં તે વાત પણ શામેલ છે કે જે વસ્તુનું ખાવું હલાલ નથી, તેનાથી ફાયદો ઉઠાવવો અથવા તેનો વેપાર કરવો પણ જાઈઝ નથી અને તેની કિંમત ખાવી પણ જાઈઝ નથી, જેવું કે હદીષમાં ચરબી વિશે વર્ણન કરવામાં આવ્યું છે.
  3. ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: હદીષની ઊંડાણપૂર્વક સમજૂતી દ્વારા સ્પષ્ટ થાય છે કે "તે હરામ છે" શબ્દની જે વધુ સમજૂતી વર્ણન કરવામાં આવી છે, તેનો અર્થ: તેનો વેપાર કરવો હરામ છે, તેનાથી ફાયદો ઉઠાવવો હરામ નથી.
  4. તે દરેક યુક્તિઓ જે હરામને હલાલ કરવા માટે થતી હોય, તે દરેક બાતેલ (અમાન્ય) છે.
  5. નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આલિમોએ કહ્યું: મૃતકનો વેપાર સામાન્ય રીતે હરામ છે, જેમાં એ વાત પણ સ્પષ્ટ થાય છે કે જ્યારે આપણે કોઈ કાફિરનું કતલ કરીએ અને કાફિરો તે કાફિરની લાશ વેચાણમાં માંગે અને તેના બદલે તેઓ રકમ પણ આપે, તો પણ તે હરામ જ છે, એક હદીષ દ્વારા જાણવા મળે છે: નૌફલ બિલ અબ્દુલ્લાહ અલ્ મખઝૂમીને મુસલમાનોએ ખનદકના યુદ્ધ વખતે કતલ કરી દીધા, તો કાફિરો તેમનું મૃતદેહ લેવા માટે એક હજાર દિરહમ લઈ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેને ન લીધા અને તેમનું મૃતદેહ તેમને આપી દીધું.