عَنِ ابْنِ عَبَّاسٍ رَضيَ اللهُ عنهُما أَنَّ رَسُولَ اللهِ صلى الله عليه وسلم:
نَهَى عَنْ كُلِّ ذِي نَابٍ مِنَ السِّبَاعِ، وَعَنْ كُلِّ ذِي مِخْلَبٍ مِنَ الطَّيْرِ.
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1934]
المزيــد ...
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ દરેક તીક્ષ્ણ દાંતવાળા જાનવર અને ધારદાર નખ વડે (શિકાર કરવાવાળા) પક્ષીઓનું (માસ ખાવાથી) રોક્યા છે.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 1934]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ દરેક જંગલી જાનવર કે ઢોર જે પોતાના ધારદાર દાંત વડે શિકાર કરતા હોય, તેનું માસ ખાવાથી રોક્યા છે, તેમજ તે દરેક પક્ષીઓનું માસ ખાવાથી રોક્યા છે, જે પોતાના પંજા અથવા નખ વડે પકડી શિકાર કરતાં હોય.