عن عبد الله بن عمرو رضي الله عنهما عن النبي صلى الله عليه وسلم قال:
«مَنْ قَتَلَ مُعَاهَدًا لَمْ يَرَحْ رَائِحَةَ الْجَنَّةِ، وَإِنَّ رِيحَهَا تُوجَدُ مِنْ مَسِيرَةِ أَرْبَعِينَ عَامًا».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 3166]
المزيــد ...
અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુ થી રીવાયત છે કે, નબી ﷺ એ કહ્યુ:
«જે વ્યક્તિએ કોઈ મૂઆહીદ (તે બિન મુસ્લિમ વ્યક્તિ જેને મુસલમાનો દ્વારા સુરક્ષાનું વચન આપવામાં આવ્યું હોય)ને કતલ કરશે તો તે જન્નતની ખુશ્બુ પણ નહીં સૂંઘી શકે, જ્યારે કે જન્નતની સુંગધ ચાળીસ વર્ષના અંતરે પણ આવતી હોય છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 3166]
નબી ﷺ એ કોઈ મુઆહીદને કતલ કરવાની સખત ચેતવણી આપી છે, અને તે એવા બિન મુસ્લિમ અથવા કાફિર લોકો, જે ઇસ્લામના શાસનમાં દાખલ થયા હોય, તે ક્યારેય જન્નતની સુગંધ પણ નહીં લઈ શકે, જ્યારે કે જન્નતની સુંગધ ચાળીસ વર્ષના અંતરે પણ સુંઘી શકાય છે.