+ -

عَنْ مُعَاذٍ رَضِيَ اللَّهُ عَنْهُ:
أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ لَمَّا وَجَّهَهُ إِلَى الْيَمَنِ أَمَرَهُ أَنْ يَأْخُذَ مِنَ الْبَقَرِ مِنْ كُلِّ ثَلَاثِينَ تَبِيعًا أَوْ تَبِيعَةً، وَمِنْ كُلِّ أَرْبَعِينَ مُسِنَّةً، وَمِنْ كُلِّ حَالِمٍ -يَعْنِي مُحْتَلِمًا- دِينَارًا أَوْ عَدْلَهُ مِنَ المَعَافِرِ، ثِيَابٌ تَكُونُ بِالْيَمَنِ.

[صحيح بشواهده] - [رواه أبو داود والترمذي والنسائي وابن ماجه وأحمد] - [سنن أبي داود: 1576]
المزيــد ...

મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મને યમન મોકલ્યો તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આદેશ આપ્યો કે પશુઓમાં દરેક ત્રીસ ગાયમાં એક વર્ષનું વાછરડું અથવા એક વર્ષની ગાય, તેમજ દરેક ચાળીસ ગાય પર બે વર્ષની ગાય, તેમજ દરેક બાલિગ -અર્થાત્ પુખ્તવ્ય- પર એક દીનાર અથવા એક મુઆફિર જેટલો જે યમનના એક પ્રકારનું કપડું છે.

[સહીહ બિશવાહિદીહી] - [رواه أبو داود والترمذي والنسائي وابن ماجه وأحمد] - [સુનન્ અબી દાઉદ - 1576]

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મુઆઝ બિન્ જબલ રઝી અલ્લાહુ અન્હુને યમન રવાના કરતી વખતે કેટલીક અગત્યની શિક્ષાઓ શીખવાડી, તેમાંથી એક મુસલમાન પાસેથી ગાયની ઝકાત બાબતે શિક્ષા આ પ્રમાણે આપી, જે વ્યક્તિ પાસે ત્રીસ ગાય હોય, તેણે ઝકાત રૂપે એક વર્ષનું વાછરડું અથવા એક વર્ષની ગાય આપવી પડશે, અને જેની પાસે ચાળીસ ગાયો હોય, તેણે બે વર્ષની ગાય આપવી પડશે. તેમજ યહૂદી અને નસારાના દરેક પુખ્તવય લોકો પાસેથી એક દીનાર જિઝયો (કર) લેવામાં આવશે, અથવા તેના બરાબર યમનનું એક ખાસ કપડું જેનું નામ મૂઆફરી છે, તે લેવામાં આવશે.

હદીષથી મળતા ફાયદા

  1. કર ફક્ત એવા લોકો પાસેથી લેવામાં આવે છે, જેઓ તરુણાવસ્થા સુધી પહોંચી ગયા છે; કારણ કે જેમની પાસેથી તે લેવામાં આવતું નથી તેમના માટે માપદંડ એ છે કે તેઓ એવા છે જેમને પકડવામાં આવે, તો મારી શકાતા નથી, જેમ કે બાળકો, સ્ત્રીઓ અને અન્ય.
  2. કર ઇમામના વિવેકબુદ્ધિથી નક્કી થાય છે; કારણ કે તે સ્થળ, સમય, સંપત્તિ અને ગરીબી અનુસાર બદલાય છે, તેનો પુરાવો એ છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ યમનના લોકો માટે તે નક્કી કર્યું, તેથી મુઆઝ રઝી અલ્લાહુ અન્હુને કહ્યું: "દરેક પુખ્તવય પુરુષ પાસેથી એક દિનાર લો", જ્યારે કે ઉમર રઝી રઝી અલ્લાહુ અન્હુએ શામના લોકો માટે કરમાં વધારે કર્યો.
  3. જકાતના સંગ્રહ પર ધ્યાન આપવું અને તેને એકત્રિત કરવા માટે કોઈને નિમણૂક કરવો, તે શાસકના કર્તવ્ય માંથી છે.
  4. અત્ તબીઉ: એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં પ્રવેશ કરવો; તેને તબીઅન્ એટલા માટે કહેવામાં આવે છે કે તે તેની માતાની હેઠળ છે.
  5. દિનાર: સોનાનો સિક્કો, અને ઇસ્લામિક દિનાર: તેનું વજન ચાર અથવા સવા ચાર ગ્રામ સોનું (૪.૨૫ ગ્રામ) છે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ રસિયન બોસ્નિયન હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી થાય આસામી الهولندية الدرية المجرية الجورجية المقدونية الخميرية
ભાષાતર જુઓ
વધુ