+ -

عَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ رَضيَ اللهُ عنه عَنْ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«كَفَّارَةُ النَّذْرِ كَفَّارَةُ اليَمِينِ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1645]
المزيــد ...

ઉકબા બિન્ આમિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«નઝર (પ્રતિજ્ઞા) નો કફ્ફારો તે જ છે, જે સોગંદનો છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 1645]

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે સામાન્ય નઝરનો કફ્ફારો, જો તે સ્પષ્ટ ન હોય અને તેનું નામ પણ ન હોય, તો તેનો હુકમ કસમના કફ્ફારનો હશે.

હદીષથી મળતા ફાયદા

  1. નઝર: શરીઅત પ્રમાણે, તે કાયદેસર રીતે જવાબદાર વ્યક્તિનું કાર્ય છે જે સર્વશક્તિમાન અલ્લાહની ખાતર સ્વેચ્છાએ પોતાને કોઈ વસ્તુ માટે બંધનકર્તા બનાવે છે.
  2. સોગંદ તોડવાનો કફફાઓ, દસ ગરીબોને ભોજન આપવું, અથવા તેમને કપડાં આપવા, અથવા ગુલામને ગુલામીમાંથી મુક્ત કરવો છે. જો કોઈ વ્યક્તિ આમ ન કરી શકે, તો તેણે ત્રણ દિવસ ઉપવાસ કરવા જોઈએ.
  3. નઝર પાછળની શાણપણ એ છે કે મુસ્લિમ પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરે અને તેને પાછી ન ખેંચે, કે તેને ફરીથી ન કરે.
  4. નઝરના પ્રકાર : ૧. સામાન્ય નઝર : ઉદાહરણ તરીકે એમ કહું કે (અલ્લાહની કસમ ! જો હું સાજો થઈ જાઉં) અને ચૂપ રહ્યો, અને કોઈ ચોક્કસ કામનો ઉલ્લેખ ન કર્યો, તો તેમેં શિફા મળી ગયા પછી કંઈ પણ કફફારો આપવો પડશે, ૨. ગુસ્સા અને હઠીલાપણુંમાં કરવામાં આવતી નઝર: આ ત્યારે થાય છે, જ્યારે કોઈ વ્યક્તિને કંઈક કરવાથી રોકવા અથવા તે કરવા માટે દબાણ કરવાના હેતુથી પ્રતિજ્ઞા શરતી કરવામાં આવે છે, જેમ કે કહેવું: "જો હું તમારી સાથે વાત કરીશ, તો મારે એક મહિના સુધી રોઝા રાખવા પડશે." આ બાબતમાં વ્યક્તિ પાસે પસંદગી છે કે તે પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરે કે વ્યક્તિ સાથે વાત કરીને શપથ તોડવા માટે પ્રાયશ્ચિત કરે. ૩. મુબાહ નઝર : જેમ કે: (હું અલ્લાહ સમક્ષ પ્રતિજ્ઞા કરું છું કે હું મારા વસ્ત્રો પહેરીશ), અને તેનો હુકમ: તેને વસ્ત્રો પહેરવા અથવા શપથ તોડવા માટે પ્રાયશ્ચિત કરવા વચ્ચે પસંદગી કરવાનો અધિકાર છે.૪. એક મકરુહ પ્રતિજ્ઞા: જેમ કે: (હું અલ્લાહ સમક્ષ પ્રતિજ્ઞા કરું છું કે હું મારી પત્નીને છૂટાછેડા આપીશ). તેનો હુકમ: ભલામણ કરવામાં આવે છે કે તે શપથ તોડવા માટે પ્રાયશ્ચિત આપે અને તેણે જે પ્રતિજ્ઞા લીધી છે તે ન કરે. જો તે તે કરે છે, તો તેના પર કોઈ પ્રાયશ્ચિત કરવાની જરૂર નથી. ૫. ગુનાહની નઝર : જેમ કે કોઈ એમ કહે, (અલ્લાહની કસમ ! હું ચોરી કરવાની નઝર માનું છું) તેનો હુકમ.: તેને પૂરી કરવું હરામ છે, અને કસમનો કફફારો આપવો પડશે, જો તે આમ કરશે તો ગુનેગાર ગણાશે અને તેણે કફાફરો આપવાની જરૂર નથી. ૬. અનુસરણ માટેની નઝર : જેમ કે કોઈ બંદો એમ કહે (અલ્લાહની કસમ.! હું આવી અને આવી નમાઝ પધીશ) અલ્લાહની નિકટતા માટે, અને જો તે કોઈ શરત લગાવે છે, બીમાર ની શિફા માફલ તો તેના માટે તે શરત પૂરી કરવી અનિવરુ છે, જો તે એમ કરે તો, અને જો તેને શરતી બનાવવામાં ન આવે, તો પરિપૂર્ણતા સંપૂર્ણપણે ફરજિયાત છે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ રસિયન બોસ્નિયન હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી થાય આસામી الهولندية الدرية المجرية الجورجية المقدونية
ભાષાતર જુઓ