+ -

عَنْ أَبِي مُوسَى الأَشْعَرِيِّ رضي الله عنه قَالَ:
أَتَيْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فِي رَهْطٍ مِنَ الأَشْعَرِيِّينَ أَسْتَحْمِلُهُ، فَقَالَ: «وَاللَّهِ لاَ أَحْمِلُكُمْ، مَا عِنْدِي مَا أَحْمِلُكُمْ» ثُمَّ لَبِثْنَا مَا شَاءَ اللَّهُ فَأُتِيَ بِإِبِلٍ، فَأَمَرَ لَنَا بِثَلاَثَةِ ذَوْدٍ، فَلَمَّا انْطَلَقْنَا قَالَ بَعْضُنَا لِبَعْضٍ: لاَ يُبَارِكُ اللَّهُ لَنَا، أَتَيْنَا رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ نَسْتَحْمِلُهُ فَحَلَفَ أَنْ لاَ يَحْمِلَنَا فَحَمَلَنَا، فَقَالَ أَبُو مُوسَى: فَأَتَيْنَا النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَذَكَرْنَا ذَلِكَ لَهُ، فَقَالَ: «مَا أَنَا حَمَلْتُكُمْ، بَلِ اللَّهُ حَمَلَكُمْ، إِنِّي وَاللَّهِ -إِنْ شَاءَ اللَّهُ- لا أَحْلِفُ عَلَى يَمِينٍ، فَأَرَى غَيْرَهَا خَيْرًا مِنْهَا، إِلَّا كَفَّرْتُ عَنْ يَمِينِي، وَأَتَيْتُ الَّذِي هُوَ خَيْرٌ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6718]
المزيــد ...

અબૂ મૂસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું:
હું અશ્અરી ખાનદાનના એક જુથ સાથે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો, અને મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે સવારી માંગી, તો નબી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહની કસમ મારી પાસે સવારી નથી અને હું તમારા માટે સવારીના જાનવરનો બંદોબસ્ત પણ કરી નથી શકતો», ફરી અમે અલ્લાહની ઈચ્છા પ્રમાણે આમ જ રોકાઈ રહ્યા, ત્યાર પછી સારી ગુણવત્તાવારી ઊંટણીઓ લાવવામાં આવી, અને નબી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે ઊંટણીઓ અમને આપી દીધી, બસ જ્યારે અમે રવાના થવા લાગ્યા તો અમારા માંથી કોઈએ અથવા કેટલાક લોકોએ કહ્યું: અલ્લાહની કસમ! આપણને આ સવારીમાં બરકત પ્રાપ્ત નહીં થાય, તો અમે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યા હતા તો તેમણે કસમ ખાધી હતી, અને જણાવ્યું હતું કે તે અમારા માટે સવારીનો બંદોબસ્ત નહીં કરી શકે, ફરી હવે તેમણે અમને સવારી આપી છે, તો આપણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે જવું જોઈએ, અને તેમને કસમ (સોગંદ) યાદ અપાવવી જોઈએ, જેથી અમે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહની કસમ! મેં તમારા માટે સવારીનો બંદોબસ્ત નથી કર્યો પરંતુ અલ્લાહએ કરી આપ્યો છે, અને જો હું કોઈ કસમ (સોગંદ) ખાઈ લઉં અને તેનાથી વધુ સારી વસ્તુ જોઉ, તો મારી કસમ (સોગંદ) નો કફ્ફારો (પ્રાયશ્ચિત) આપીશ, અને તે જ કાર્ય કરીશ જેમાં વધુ ભલાઈ હશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 6718]

સમજુતી

અબૂ મૂસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે હું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે હાજર થયો, અને મારી સાથે મારા કબીલાના કેટલાક લોકો પણ હતા, અમારો હેતુ એ હતો કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમને સવારી માટે ઊંટનો બંદોબસ્ત કરી આપે, જેના પર સવાર થઈ અમે જિહાદ (યુદ્ધ) માં ભાગ લઈ શકીએ, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કસમ (સોગંદ) ખાઈ લીધી કે હું તમને સવારી માટે જાનવર નહીં આપી શકું, અને આપની પાસે જાનવર ન હતા, તો અમે પાછા ફરી ગયા, અને થોડાક દિવસ સુધી રોકાઈ રહ્યા, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમારા માટે ત્રણ ઊંટોનો બંદોબસ્ત કરી આપ્યો, તો અમે લઈ આવ્યા, અમારા માંથી કેટલાક લોકો કહેવા લાગ્યા: આ ઊંટમાં અલ્લાહ આપણને બરકત નહીં આપે, કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આપણને ઊંટ ન આપવા માટે કસમ (સોગંદ) ખાધી હતી, તો અમે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યા અને આ વિશે સવાલ કર્યો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: જેણે તમારા માટે સવારીનો બંદોબસ્ત કર્યો તે ઉચ્ચ અલ્લાહ છે; કારણકે તે જ તૌફીક આપનાર અને રોજી આપનાર છે, અને હું તો ફક્ત એક કારણ અને સ્ત્રોત છું કે મારા હાથ દ્વારા તમને સવારી મળી, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: અલ્લાહની કસમ! ઇન્ શાઅ અલ્લાહ, હું કંઈ કામ કરવા અથવા છોડવા માટે કસમ (સોગંદ) નહીં ખાઉં, અને હું જોઉં છું કે જે વસ્તુ માટે કસમ ખાધી છે જો તેનાથી ઉત્તમ કોઈ વસ્તુ પ્રાપ્ત થશે, તો હું તે ઉત્તમ વસ્તુ અપનાવીશ, અને જે વસ્તુ પર કસમ ખાધી છે, તેને હું છોડી દઇશ, તેમજ કસમનો કફ્ફારો (પ્રાયશ્ચિત) પણ આપી દઇશ.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية الليتوانية الدرية الرومانية Malagasy Oromo
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. વાતની પુષ્ટિ અને તાકીદ માટે કસમ (સોગંદ) ખાવી જાઈઝ છે, પછી ભલેને તે ભવિષ્યમાં થનારી હોય.
  2. કસમ ખાધા પછી "ઇન્ શાઅ અલ્લાહ" કહી અપવાદ કરવાની છૂટ છે, અને કસમ (સોગંદ) ખાઈ નિયત સાથે આ અપવાદ કરવામાં આવ્યો હોય, તો કસમ તોડનારને કસમનો કફ્ફારો (પ્રાયશ્ચિત) નહીં આપવો પડે.
  3. કસમ વિરુદ્ધ જો ભલાઈ દેખાઈ તો તેને અપનાવવા પર તાકીદ કરવામાં આવી છે, અને કસમનો કફ્ફારો આપવાનો આદેશ આપ્યો છે.