હદીષો માટે સૂચિ

મને જિબ્રઇલ અલૈહિસ્ સલામ સતત પાડોશીઓ વિશે વસિયત કરતા રહ્યા અહીં સુધી કે મેં અનુમાન થવા લાગ્યું કે ક્યાંક તેમને માલમાં વારસદાર બનાવી દે શે
عربي الإنجليزية الأوردية
મન્નત માનવાથી રોક્યા છે, અને કહ્યું: «મન્નત કોઈ ભલાઈ નથી લાવતી, તેના દ્વારા તો બસ કંજૂસ પાસેથી માલ કઢાવવામાં આવે છે
عربي الإنجليزية الأوردية
અને જો હું કોઈ કસમ (સોગંદ) ખાઈ લઉં અને તેનાથી વધુ સારી વસ્તુ જોઉ, તો મારી કસમ (સોગંદ) નો કફ્ફારો (પ્રાયશ્ચિત) આપીશ, અને તે જ કાર્ય કરીશ જેમાં વધુ ભલાઈ હશે
عربي الإنجليزية الأوردية
જે વ્યક્તિને આ વાત પસંદ હોય કે અલ્લાહ તઆલા કયામતના દિવસની ભયાનકતાઓથી તેને છુટકારો આપે, તો તે પરેશાન વ્યક્તિને મહેતલ આપે, અથવા (પોતાનું દેવું) માફ કરી દે
عربي الإنجليزية الأوردية
સોનાના બદલામાં ચાંદીનો વેપાર વ્યાજ છે, પરંતુ રોક્કડ હોય તો વાંધો નથી, ઘઉંના બદલામાં ઘઉં વ્યાજ ગણાશે, પરંતુ જો રોકકડ સોદો થતો હોય તો વાંધો નથી, તેમજ જુવારીના બદલામાં જુવારી વ્યાજ છે, પરંતુ જો તેનો સોદો રોકકડ થાય તો વાંધો નથી, તેમજ ખજૂરના બદલામાં ખજૂર પણ વ્યાજ છે, પરંતુ તે પણ રોકકડ સોદો થાય તો વાંધો નથી
عربي الإنجليزية الأوردية
જે વ્યક્તિ પાસે સોનું અને ચાંદી હોય અને તે (નિસાબ) સુધી પહોંચી જાય, છતાંય તેનો (ઝકાત)નો હક અદા ન કરે, તો કયામતના દિવસે તેના માલની આગની તખતીઓ બનાવવામાં આવશે
عربي الإنجليزية الأوردية
જ્યારે માનવી મૃત્યુ પામે છે, તો ત્રણ અમલ સિવાય તેના દરેક અમલ ખત્મ થઈ જાય છે, એક સદકએ જારિયહ (નિરંતર દાન), બીજું એવું ઇલ્મ જેના દ્વારા તેના મૃત્યુ પછી પણ ફાયદો ઉઠાવવામાં આવે અને ત્રીજું નેક બાળકો જે પોતાના માતા-પિતાના હકમાં દુઆ કરતા રહે
عربي الإنجليزية الأوردية
હે અલ્લાહના રસૂલ! ઉમ્મ સઅદનું મૃત્યુ થઈ ગયું છે, તો કયો સદકો તેમના માટે સૌથી શ્રેષ્ઠ છે?, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «પાણી», રાવી કહે છે કે સઅદે એક પાણીનો કુંવો ખોદાવ્યો અને કહ્યું કે આ ઉમ્મે અદ માટે છે
عربي الإنجليزية الأوردية
હદીયો આપતા રહો, તેનાથી એકબીજા પ્રત્યે મોહબ્બત વધે છે
عربي الإنجليزية الأوردية
જે વ્યક્તિ ફક્ત મુસલમાનોના માલ હડપ કરવા માટે જૂઠી સોગંદ લે, તો તે અલ્લાહ સાથે એ સ્થિતિમાં મુલાકાત કરશે કે અલ્લાહ તેના પર સખત ગુસ્સે હશે
عربي الإنجليزية الأوردية
તમારા માંથી કોઈ વ્યક્તિ પોતાના દોરડા લઈ પહાડ પર ચઢી જાય અને ત્યાંથી લાકડીઓનું એક જથ્થો બાંધી પોતાની પીઠ પર ઉઠાવી લઈ આવે અને તે તેને વેચી, તેના દ્વારા અલ્લાહએ તેને માંગવાથી બચાવી લીધો, તો આ પ્રક્રિયા કોઈની જોડે માંગવાથી શ્રેષ્ઠ છે, લોકો ઈચ્છે, તો તેને આપે અથવા ઈચ્છા ન હોય તો ન આપે
عربي الإنجليزية الأوردية
હે અબુ ઝર, જો તમે શેરવો બનાવો, તો તેમાં પાણીનું પ્રમાણ વધારી દો અને પોતાના પાડોશીઓનું પણ ધ્યાન રાખજો
عربي الإنجليزية الأوردية
અલ્લાહની કસમ! તમારા માંથી જે વ્યક્તિ પોતાના અધિકાર સિવાય કંઈ પણ લેશે, તો તે અલ્લાહ પાસે એવી સ્થિતિમાં મુલાકાત કરશે કે તેણે એ વસ્તુને ઉઠાવી રાખી હશે
عربي الإنجليزية الأوردية
કોઈ પણ મુસલમાન માટે યોગ્ય નથી કે તેની પાસે કોઈ વસ્તુ હોય, જેના વિષે તે વસીયત લખવા ઈચ્છતો હોય, અને તે વસીયત લખ્યા વિના બે રાતો પણ પસાર કરે
عربي الإنجليزية الأوردية
નઝર (પ્રતિજ્ઞા) નો કફ્ફારો તે જ છે, જે સોગંદનો છે
عربي الإنجليزية الأوردية
ઉચ્ચ અલ્લાહએ કહ્યું: કયામતના દિવસે હું ત્રણ લોકો સાથે ઝઘડો કરીશ
عربي الإنجليزية الأوردية
જે વ્યક્તિએ જૂઠી કસમ ખાઈને કોઈ મુસલમાન વ્યક્તિના અધિકારનો ભંગ કરશે, તો તેના માટે જહન્નમ અનિવાર્ય થઈ ગઇ અને જન્નત હરામ થઈ ગઈ», એક વ્યક્તિએ સવાલ કર્યો: હે અલ્લાહના પયગંબર તે કોઈ નાની વસ્તુ હોય તો પણ? તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:«ભલે ને તે એક પીળુંના વૃક્ષની ડાળી જેટલું પણ કેમ ન હોય
عربي الإنجليزية الأوردية
અલ્લાહની કસમ! તે મોમિન નથી, અલ્લાહની કસમ! તે મોમિન નથી, અલ્લાહની કસમ! તે મોમિન નથી», પૂછવામાં આવ્યું: કોણ હે અલ્લાહના પયગંબર? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જેની તકલીફથી તેનો પાડોશી સુરક્ષિત ન હોય
عربي الإنجليزية الإندونيسية
સોનાના બદલામાં સોનુ, ચાંદીના બદલે ચાંદી, ઘઉંના બદલામાં ઘઉં, જુવારના બદલે જુવાર, ખજૂરના બદલામાં ખજૂર અને મીઠાના બદલે મીઠાનો વેપાર કરવા પર રોક લગાવી છે, જો બરાબર બરાબર અને રોકકડ વેપાર હોય તો કંઇ વાંધો નથી, એની પરવાનગી આપી છે, જો વસ્તુનો પ્રકાર બદલાય જાય તો જેમ ઈચ્છો તેમ વેપાર કરી શકો છો, શરત એ કે એક હાથથી લઈ બીજા હાથથી બદલવામાં આવે, અર્થાત્ રોકકડ વેપાર કરવો
عربي الإنجليزية الإندونيسية