+ -

عَنِ الزُّبَيْرِ بْنِ العَوَّامِ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَأَنْ يَأْخُذَ أَحَدُكُمْ حَبْلَهُ، فَيَأْتِيَ بِحُزْمَةِ الحَطَبِ عَلَى ظَهْرِهِ، فَيَبِيعَهَا، فَيَكُفَّ اللَّهُ بِهَا وَجْهَهُ خَيْرٌ لَهُ مِنْ أَنْ يَسْأَلَ النَّاسَ أَعْطَوْهُ أَوْ مَنَعُوهُ».

[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 1471]
المزيــد ...

ઝુબૈર બિન્ અવ્વામ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«તમારા માંથી કોઈ વ્યક્તિ પોતાના દોરડા લઈ પહાડ પર ચઢી જાય અને ત્યાંથી લાકડીઓનું એક જથ્થો બાંધી પોતાની પીઠ પર ઉઠાવી લઈ આવે અને તે તેને વેચી, તેના દ્વારા અલ્લાહએ તેને માંગવાથી બચાવી લીધો, તો આ પ્રક્રિયા કોઈની જોડે માંગવાથી શ્રેષ્ઠ છે, લોકો ઈચ્છે, તો તેને આપે અથવા ઈચ્છા ન હોય તો ન આપે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 1471]

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે લોકો માંથી એક વ્યક્તિ કોઈ પણ મહેનત કરે, જેમ કે તે પોતાનું દોરડું લઈ એક પહાડ પર જતો રહે, અને તે ત્યાં લાકડીઓ ભેગી કરે અને તેને દોરડાથી બાંધી પોતાની પીઠ પર ઉઠાવી લાવે, અને તેને વેચે, તેની કિંમત પોતે પણ ખાય, તેમાંથી સદકો પણ કરે, તેમજ લોકો પાસેથી માંગવાથી બેનિયાજ રહ્યો, તે પોતે અપમાનિત થવાથી બચીને રહ્યો, આ મહેનત અને પ્રક્રિયા બહેતર છે, તેના કરતાં કે તે કોઈની પાસે માંગે, જેઓ ક્યારેક ઈચ્છા હોય તો આપે અને ઈચ્છા ન હોય તો ન આપે, માટે લોકો પાસે માંગવું અપમાનિત થવાનું કારણ છે અને મોમિન માનનીય છે, અપમાનિત નહીં.

હદીષથી મળતા ફાયદા

  1. લોકો પાસે રૂપિયા માંગવા અને હાથ લાંબો કરવાથી બચવા પર જોર આપવામાં આવ્યું છે.
  2. આ હદીષમાં લોકોને રોજી કમાવવા પર પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે, ભલે તે વ્યક્તિનો વ્યવસાય સાદો હોય જેને લોકો તુચ્છ ગણતા હોય.
  3. ઇસ્લામ ભીખ માંગવા અને બેરોજગારી સામે લડે છે; તેથી પ્રયત્ન કરવો અને કામ કરવું જરૂરી છે, ભલે તે મુશ્કેલ હોય, જેમ કે લાકડા કાપવા.
  4. કામ કરવા અને રોજી કમાવવાની શમતા ધરાવનાર વ્યક્તિ માટે ભીખ માંગવું જાઈઝ નથી.
  5. જરૂરત પડે ત્યારે બાદશાહ પાસે સવાલ કરવો જાઈઝ છે, સર્વશ્રેષ્ઠ અલ્લાહએ કહ્યું: {અને તે લોકો માટે પણ કંઈ વાંધો નથી જેઓ તમારી પાસે આવે છે, જેથી તમે તેમને મુસાફરી માટે કોઇ બંદોબસ્ત કરી આપો, તો તમે જવાબ આપો છો કે મારી પાસે તમારી મુસાફરી માટે કંઈ પણ નથી, તો તેઓ નિરાશ થઇ પોતાની આંખો માંથી આંસુ વહાવી પાછા ફરી જાય છે, કે તેમની પાસે ખર્ચ કરવા માટે કંઈ નથી} [અત્ તૌબા: ૯૨].
  6. જો કોઈને માંગવાની જરૂર પડે અને તે ગુજરાન ચલાવવામાં કે લાકડાં ભેગા કરવામાં અસમર્થ હોય, તો તેના માટે માંગવાની પરવાનગી છે, પરંતુ તેને આગ્રહી કે દબાણકારી ન હોવું જોઈએ, સર્વશ્રેષ્ઠ અલ્લાહએ કહ્યું: {તેઓ લોકોને સામેથી સવાલ નથી કરતા} [અલ્ બકરહ: ૨૭૩].
  7. ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં સદકો કરવા પર, પોતાના હાથ વડે કમાયેલી રોજી ખાવા પર અને જાઈઝ ધંધો-વેપાર કરવા પર પ્રોત્સાહિત કર્યા છે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી થાય આસામી الأمهرية الدرية الرومانية المجرية الجورجية الخميرية الماراثية
ભાષાતર જુઓ
વધુ