+ -

عَنْ جَابِرٍ رضي الله عنه قَالَ: سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَبْلَ وَفَاتِهِ بِثَلَاثٍ يَقُولُ:
«لَا يَمُوتَنَّ أَحَدُكُمْ إِلَّا وَهُوَ يُحْسِنُ بِاللهِ الظَّنَّ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2877]
المزيــد ...

જાબિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તેમના મૃત્યુના ત્રણ દિવસ પહેલા કહેતા સાંભળ્યા:
«તમારા માંથી કોઈ પણ વ્યક્તિ મૃત્યુ ન પામે પરંતુ તેને એ સ્થિતિમાં મૃત્યુ આવે કે તે અલ્લાહથી સારું અનુમાન રાખતો હોય».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2877]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મુસલમાનોને ઊભારી રહ્યા છે, તે અલ્લાહથી સારું અનુમાન રાખતા અલ્લાહની કૃપા અને માફીની ઉમ્મીદ હોય તે સ્થિતિમાં મૃત્યુ પામે, જેથી અલ્લાહ તેના પર રહેમ કરશે, તેના ગુનાહોને માફ કરી દેશે, કારણકે અલ્લાહથી ભય રાખવો તે અમલ કરવા માટે અનિવાર્ય છે, અને સ્થિતિ કાર્યોની નથી, પરંતુ અહીં અલ્લાહથી ઉમ્મીદ (આશા) જરૂરી છે.

હદીષથી મળતા ફાયદા

  1. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પોતાની કોમને માર્ગદર્શન આપવાની ઉત્સુકતા, અને દરેક બાબતે તેઓને માર્ગદર્શન આપવાની ખૂબ ચિંતા, અહીં સુધી કે પોતાના અંતિમ સમયમાં પણ પોતાની કોમને શિખામણ આપી રહ્યા છે, અને તેમને નજાત (છૂટકારા)ના માર્ગ બતાવી રહ્યા છે.
  2. ઈમામ તીબી રહિમહુલ્લાહએ કહ્યું: અત્યારે સત્કાર્યો કરો, જેથી મૃત્યુના સમયે અલ્લાહ પ્રત્યે તમારું અનુમાન સારું હોય, કારણકે મૃત્યુ પહેલા જેના કાર્યો ખરાબ હશે, તો મૃત્યુના સમયે અલ્લાહ પ્રત્યે તેનું અનુમાન પણ સારું નહીં હોય.
  3. બંદાના કાર્યોની સંપૂણતા ઉમ્મીદ અને ભય દરમિયાન મધ્યમ માર્ગ અપનાવવામાં છે, અને મોહબ્બત વધારે હોવી જોઈએ; કારણકે મોહબ્બત એક પ્રકારનું વાહન છે, ઉમ્મીદ (આશા) તેની સ્પીડ (ઝડપ) છે, અને ભય તેનો ડ્રાઈવર (વાહન ચાલક) છે, અને અલ્લાહ પોતાની કૃપા વડે તે બંનેને જોડનાર છે.
  4. જે વ્યક્તિ કોઈ એવા વ્યક્તિની નજીક હોય, જેનો મૃત્યુનો સમય નજીક હોય, તો તેણે તેને અલ્લાહ પ્રત્યે સારું અનુમાન રાખવા અને ઉમ્મીદ રાખવા પર ઉભારવો જોઈએ, આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના મૃત્યુના ત્રણ દિવસ પહેલા આ નસીહત કરી રહ્યા છે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી તામિલ થાય પૂશ્તો આસામી الأمهرية الهولندية النيبالية المجرية الجورجية
ભાષાતર જુઓ
વધુ