عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَا يَسْتُرُ عَبْدٌ عَبْدًا فِي الدُّنْيَا إِلَّا سَتَرَهُ اللهُ يَوْمَ الْقِيَامَةِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2590]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જે વ્યક્તિ દુનિયામાં અન્યના ભેદ છુપાવશે, તો અલ્લાહ કયામતના દિવસે તેના ભેદ છુપાવશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2590]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે કોઈ પણ મુસલમાન જો પોતાના ભાઈની ખામી છુપાવશે, તો કયામતના દિવસે અલ્લાહ તેની ખામી છુપાવશે; અલ્લાહ બંદાને તેના કાર્યોની ગુણવત્તા અનુસાર બદલો આપે છે, એટલા માટે અલ્લાહ તેના ભેદ કયામતના દિવસે દરેક લોકો સમક્ષ છુપાવશે, અને ક્યારેક તેની પકડ ન કરવા પર પણ હોય શકે છે.