+ -

عَنْ عُبَادَةَ بْنِ الصَّامِتِ رَضيَ اللهُ عنهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«الذَّهَبُ بِالذَّهَبِ، وَالْفِضَّةُ بِالْفِضَّةِ، وَالْبُرُّ بِالْبُرِّ، وَالشَّعِيرُ بِالشَّعِيرِ، وَالتَّمْرُ بِالتَّمْرِ، وَالْمِلْحُ بِالْمِلْحِ، مِثْلًا بِمِثْلٍ، سَوَاءً بِسَوَاءٍ، يَدًا بِيَدٍ، فَإِذَا اخْتَلَفَتْ هَذِهِ الْأَصْنَافُ، فَبِيعُوا كَيْفَ شِئْتُمْ، إِذَا كَانَ يَدًا بِيَدٍ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1587]
المزيــد ...

ઉબાદહ બિન સામિત રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺએ કહ્યું:
«સોનાના બદલામાં સોનુ, ચાંદીના બદલે ચાંદી, ઘઉંના બદલામાં ઘઉં, જુવારના બદલે જુવાર, ખજૂરના બદલામાં ખજૂર અને મીઠાના બદલે મીઠાનો વેપાર કરવા પર રોક લગાવી છે, જો બરાબર બરાબર અને રોકકડ વેપાર હોય તો કંઇ વાંધો નથી, એની પરવાનગી આપી છે, જો વસ્તુનો પ્રકાર બદલાય જાય તો જેમ ઈચ્છો તેમ વેપાર કરી શકો છો, શરત એ કે એક હાથથી લઈ બીજા હાથથી બદલવામાં આવે, અર્થાત્ રોકકડ વેપાર કરવો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 1587]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ છ પ્રકારની વસ્તુઓમાં વધારો કરી કરવામાં આવતા સાચા વેપારનો તરીકો વર્ણન કર્યો છે અને તે છ વસ્તુઓ: સોનુ, ચાંદી, ઘઉં, જુવાર, ખજૂર અને મીઠું, જો લે-વેચમાં એક જ પ્રકારની વસ્તુ હોય, જેવું કે સોનાના બદલે સોનાનો વેપાર, ચાંદીના બદલે ચાંદીનો વેપાર... તો તેમાં બે શરતો હોવી જરૂરી છે: પહેલી શરત: વજનમાં સરખું હોય, જેવું કે સોના અને ચાંદી અથવા તોલવામાં સરખુ હોય જેમ કે ઘઉં, જુવાર, ખજૂર અને મીઠું. બીજી શરત: એક જ મજલિસ અથવા બેઠકમાં વેપારીએ કિંમત લઈ લેવી જોઈએ અને ખરીદનારે તેની વસ્તુ લઈ લેવી જોઈએ. અને જો વસ્તુનો પ્રકાર બદલાય જાય જેવું કે સોનાના બદલામાં ચાંદીનો વેપાર કરવામાં આવે, ખજૂરના બદલામાં ઘઉંનો વેપાર કરવામાં આવે તો, તો તે વેપાર યોગ્ય હોવા માટે એક શરત હોવી જરૂરી છે અને તે એ કે એક જ બેઠકમાં વેપારીએ કિંમત કઈ લેવી જોઈએ અને ખરીદારે પોતાની વસ્તુ પ્રાપ્ત કરી લેવી જોઈએ, અન્યથા તેમનો વેપાર અયોગ્ય થઈ જશે અને વેચનાર અને ખરીદનાર બંને હરામ વ્યાજમાં સપડાઈ જશે.

હદીષથી મળતા ફાયદા

  1. માલમાં વ્યાજ કઈ રીતનું અને વેપાર કરવાની રીતનું વર્ણન.
  2. વ્યાજનો વેપાર કરવો પ્રતિબંધિત છે.
  3. રોકડ રકમની આપ લેનો આદેશ તે જ પ્રમાણે ગણવામાં આવશે, જે સોના અને ચાંદી વિશે વર્ણન કરવામાં આવ્યો છે, વ્યાજના કારણે.
  4. છ પ્રકારના વેપારમાં સૂદની ઘણી સ્થિતિઓ છે: ૧- એક જ પ્રકારની વસ્તુના સોદામાં વધારો, જેવું કે સોનાના બદલામાં સોનુ, ખજૂરના બદલામાં ખજૂર... આ પ્રકારના વેપાર યોગ્ય હોવા માટે બે શરતો હોવી જરૂરી છે, એક: બન્નેનું વજન બરાબર બરાબર હોવું જોઈએ. બીજી: એક જ મજલિસમાં લે-વેચ થઈ જવી જોઈએ. ૨- જ્યારે વસ્તુનો પ્રકાર બદલાઇ જાય, પરંતુ તેની ગુણવત્તા પણ બરાબર હોય, જેમકે સોનાના બદલામાં ચાંદી, ઘઉંના બદલામાં જુવાર તો પછી તેમાં એક જ શરત હોવી જરૂરી છે, કે તે એક જ મજલિસમાં સોદો થઈ જવો જોઈએ, વજનમાં વધઘટ થઈ શકે છે. ૩- અને જો વસ્તુનો પ્રકાર બદલાય જાય તેમજ તેની ગુણવત્તા પણ બદલાય જાય તો પછી વેપાર અને સોદા માટે કોઈ શરત નથી, ન તો બરાબર વજનની અને ન તો એક મજલિસમાં સોદાની, જેવું કે સોનાના બદલામાં ખજૂર.
  5. વર્ણન કરેલ છ વસ્તુઓ સિવાય અન્ય વસ્તુનો વેપાર અથવા બન્ને માંથી એક વસ્તુ ઉપરોક્ત છ વસ્તુઓ માંથી એક હોય અને બીજી વસ્તુ તેમાંથી ન હોય તો બન્ને શરતો માંથી કોઈ શરત લાગુ નહીં પડે, ન તો બરાબર માત્રા હોવાની અને ન તો એક જ મજલિસમાં સોદો પૂરો કરવાની, જેવું કે સોનાના બદલામાં મિલકતનો વેપાર.
ભાષાતર: અંગ્રેજી ઇન્ડોનિષયન સિન્હાલા વિયેતનામીસ હૌસા સ્વાહીલી થાય આસામી الأمهرية الهولندية
ભાષાતર જુઓ