عَنْ عُثْمَانَ الشَّحَّامِ، قَالَ: انْطَلَقْتُ أَنَا وَفَرْقَدٌ السَّبَخِيُّ إِلَى مُسْلِمِ بْنِ أَبِي بَكْرَةَ وَهُوَ فِي أَرْضِهِ، فَدَخَلْنَا عَلَيْهِ فَقُلْنَا: هَلْ سَمِعْتَ أَبَاكَ يُحَدِّثُ فِي الْفِتَنِ حَدِيثًا؟ قَالَ: نَعَمْ، سَمِعْتُ أَبَا بَكْرَةَ رضي الله عنه يُحَدِّثُ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِنَّهَا سَتَكُونُ فِتَنٌ، أَلَا ثُمَّ تَكُونُ فِتْنَةٌ الْقَاعِدُ فِيهَا خَيْرٌ مِنَ الْمَاشِي فِيهَا، وَالْمَاشِي فِيهَا خَيْرٌ مِنَ السَّاعِي إِلَيْهَا، أَلَا فَإِذَا نَزَلَتْ أَوْ وَقَعَتْ فَمَنْ كَانَ لَهُ إِبِلٌ فَلْيَلْحَقْ بِإِبِلِهِ، وَمَنْ كَانَتْ لَهُ غَنَمٌ فَلْيَلْحَقْ بِغَنَمِهِ، وَمَنْ كَانَتْ لَهُ أَرْضٌ فَلْيَلْحَقْ بِأَرْضِهِ»، قَالَ فَقَالَ رَجُلٌ: يَا رَسُولَ اللهِ أَرَأَيْتَ مَنْ لَمْ يَكُنْ لَهُ إِبِلٌ وَلَا غَنَمٌ وَلَا أَرْضٌ؟ قَالَ: «يَعْمِدُ إِلَى سَيْفِهِ فَيَدُقُّ عَلَى حَدِّهِ بِحَجَرٍ، ثُمَّ لِيَنْجُ إِنِ اسْتَطَاعَ النَّجَاءَ، اللهُمَّ هَلْ بَلَّغْتُ؟ اللهُمَّ هَلْ بَلَّغْتُ؟ اللهُمَّ هَلْ بَلَّغْتُ؟»، قَالَ: فَقَالَ رَجُلٌ: يَا رَسُولَ اللهِ أَرَأَيْتَ إِنْ أُكْرِهْتُ حَتَّى يُنْطَلَقَ بِي إِلَى أَحَدِ الصَّفَّيْنِ، أَوْ إِحْدَى الْفِئَتَيْنِ، فَضَرَبَنِي رَجُلٌ بِسَيْفِهِ، أَوْ يَجِيءُ سَهْمٌ فَيَقْتُلُنِي؟ قَالَ: «يَبُوءُ بِإِثْمِهِ وَإِثْمِكَ، وَيَكُونُ مِنْ أَصْحَابِ النَّارِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2887]
المزيــد ...
ઉષ્માન અશ્ શહ્હામ રિવાયત કરે છે, તેમણે કહ્યું: હું અને ફરકદ અસ્ સબખી મુસ્લિમ બિન અબી બકરહના ઘરે ગયા, તેઓ તેમની જમીન પાસે હતા, અમે અંદર ગયા અને તેમની પાસે જઈ તેમને કહ્યું: શું તમારા પિતાએ ફિતનાઓ વિશે કોઈ હદીષ વર્ણન કરી છે? તેમણે કહ્યું: હા, મેં મારા પિતા (અબુ બકરહ રઝી અલ્લાહુ અન્હુ દ્વારા આ હદીષ સાંભળી છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«નજીકમાં જ ફિતના ઉભા થશે, સાંભળી લો, તે સમયે બેઠેલો વ્યક્તિ ચાલનાર વ્યક્તિ કરતા વધુ શ્રેષ્ઠ હશે, તેમજ તે સમયે ચાલવાવાળો વ્યક્તિ દોડવાવાળા કરતા વધારે શ્રેષ્ઠ હશે, જ્યારે ફિતનાનો સમય આવે અને જેની પાસે ઊંટ હોય, તે પોતાના ઊંટ પાસે જતો રહે, જેની પાસે બકરી હોય, તો તે પોતાની બકરી પાસે જતો રહે અને જેની પાસે કોઈ જમીન હોય, તો તે પોતાની જમીન પાસે જતો રહે», અબૂ બકરહ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: એક વ્યક્તિ ઉભો થયો અને કહ્યું: હે અલ્લાહના પયગંબર! જેની પાસે કોઈ ઊંટ, બકરી અને જમીન પણ ન હોય તો તે શું કરશે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તે પોતાની તલવાર લે અને તેને પથ્થર પર રગડી રગડીને ધારદાર કરે અને બચી શકે તો બચીને નીકળી જાય, હે અલ્લાહ! શુ મેં સત્ય વાત પહોંચાડી દીધી? હે અલ્લાહ! શું મેં સત્ય વાત પહોંચાડી દીધી? હે અલ્લાહ શું મેં સત્ય વાત પહોંચાડી દીધી?» એક વ્યક્તિ ઉભો થયો અને તેણે સવાલ કર્યો: હે અલ્લાહના પયગંબર! મને મજબૂર કરી દેવામાં આવે, અને લઈ જઈને એક સફ અથવા એક જૂથમાં ઉભો કરી દેવામાં આવે, અને કોઈ વ્યક્તિ મને તેની તલવારનો નિશાનો બનાવી લે અથવા કોઈ તીર મને વાગી જાય તો અને તેઓ મને મારી નાખે તો? આપ સલ્લલ્લાહું અલૈહિ વસલ્લમએ કહ્યું: «(જો તમે વાર કરવાની શરૂઆત ન કરી હોય) તો તે બન્નેના ગુનાહ પોતાના શિરે લઈ લેશે અને તે જહન્નમ માંથી થઈ જશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2887]
ઉષ્માન અશ્ શહ્હામે અને ફરકદ અસ્ સબખીએ મહાન સહાબી અબુ બકરહના દીકરાને મુસ્લિમને સવાલ કર્યો: શું તમે તમારા પિતા દ્વારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ફિતના અને કતલ વિશે કોઈ હદીષ સાંભળી છે, જે મુસલમાન દરમિયાન થશે? તેમણે કહ્યું: હા, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે મારા મૃત્યુ પછી એવા ફિતના ઉભા થશે, ચાલવાવાળો વ્યક્તિ કરતા, ગાફેલ બેઠેલો વ્યક્તિ તેના કરતાં શ્રેષ્ઠ હશે, જેના કારણે ન તો તે તેમાં ભાગ લેશે અને ન તો તે તકરાર કરશે, ચાલવાવાળો વ્યક્તિ દોડનાર વ્યક્તિ કરતા વધારે શ્રેષ્ઠ હશે, તે તેને શોધે અને તેમાં ભાગ લે છે. ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ માર્ગદર્શન આપ્યું કે જ્યારે તે ફિતનાઓ આવી જાય અને ઉતરે અથવા તે સમય આવી જાય તો તે એક ઠોસ ઠેકાણાં પર જતો રહે; જેની પાસે ઊંટ હોય તો તે પોતાના ઊંટની પાછળ ચાલે, જેની પાસે બકરીઓ હોય તો તે તેમની પાછળ ચાલે, અને જેની પાસે કોઈ ખેતી લાયક જમીન હોય તો તે પોતાની જમીન પર જતો રહે. એક વ્યક્તિએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! તમે તેના વિશે શું આદેશ આપો છો, જેની પાસે આ ત્રણેય વસ્તુઓ માંથી એક પણ વસ્તુ ન હોય? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ કહ્યું: તે પોતાના હથિયાર લે તેને પથ્થર પર ઘસી ઘસીને ધારદાર કરે અને તે પોતે ભાગે અને પોતાને બચાવી લે અને જો તે પોતાના બાળકને બચાવી શકતો હોય તો તેમને પણ બચાવી લે. પછી આપસલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ત્રણ વખત સાક્ષી આપી કે શું મેં દીનની વાતો પહોંચાડી દીધી? શું મેં દીનની વાતો પહોંચાડી દીધી? શું મેં દીનની વાતો પહોંચાડી દીધી? તો એક વ્યક્તિએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! તમારો શું આદેશ છે કે જો કોઈ મને મજબૂર કરી ખેંચીને લઈ જાય અને મને સફમાં ઉભો કરી દેવામાં આવે અથવા તેમના એક જૂથ સાથે, અને કોઈક વ્યક્તિ તલવાર વડે મારું કતલ કરી દે, અથવા કોઈ તીર આવીને મને વાગી જાય અને હું મૃત્યુ પામું તો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તે પોતાના ગુનાહ અને જેનું કતલ કર્યું તે બન્નેના ગુનાહ તેના પર જ હશે, અને તે જહન્નમી લોકો માંથી બની જશે