عن عرفجة رضي الله عنه قال: سمعت رسول الله صلى الله عليه وسلم يقول:
«مَنْ أَتَاكُمْ وَأَمْرُكُمْ جَمِيعٌ عَلَى رَجُلٍ وَاحِدٍ، يُرِيدُ أَنْ يَشُقَّ عَصَاكُمْ، أَوْ يُفَرِّقَ جَمَاعَتَكُمْ، فَاقْتُلُوهُ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1852]
المزيــد ...
અરફજહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા:
«કોઈ તમારી પાસે એવી સ્થિતિમાં આવે કે તમે કોઈ વ્યક્તિને પોતાનો સરદાર સ્વીકાર કરી તેના આદેશ મુજબ ચાલી રહ્યા હોય, તેમજ તે તમારી એકતામાં ભંગ પડાવવા ઈચ્છે, અથવા તમારા જૂથમાં વિવાદ ઉભો કરવા માંગતો હોય તો તમે તે વ્યક્તિને કતલ કરી દો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 1852]
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જ્યારે મુસલમાનનો એક હાકિમ હોય અને એક જ જમાઅત હોય, તેમાં એક વ્યક્તિ તે શાસકની અવગણના કરવા માટે આવે તેમજ મુસલમાનોના એક જૂથમાં ભંગ પડાવી, વિવધ જૂથ ઉભા કરે, જરૂરી છે કે તેને રોકવામાં આવે અને તેને કતલ કરી દેવામાં આવે, જેથી તેની બુરાઈથી લોકોને બચાવવામાં આવે અને મુસલમાનોના લોહીની સુરક્ષા થઈ શકે.