عن عُبَادَةَ بن الصَّامتِ رضي الله عنه قال:
بَايَعْنَا رسولَ اللهِ صلى الله عليه وسلم على السَّمْعِ وَالطَّاعَةِ فِي الْعُسْرِ وَالْيُسْرِ، وَالْمَنْشَطِ وَالْمَكْرَهِ، وعلى أَثَرَةٍ علينا، وعلى أَلَّا نُنَازِعَ الْأَمْرَ أهلَه، وعلى أَنْ نَقُولَ بِالْحَقِّ أينما كُنَّا، لا نَخَافُ في الله لَوْمَةَ لَائِمٍ.
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1709]
المزيــد ...
ઉબાદહ બિન સામિત રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે:
અમે નબી ﷺ ના હાથ પર બૈઅત (પ્રતિજ્ઞા લીધી) કે અમે તંગીમાં તેમજ ઉલ્લાસમાં, પસંદ હોય કે નાપસંદ હોય, તેમજ પોતાને પ્રાથમિકતા આપતી વખતે પણ અમે આજ્ઞાકારી બનીને રહીશું અને તમારી ઈતાઅત (આજ્ઞાન પાલન) કરીશું, અને એ વાત પર પણ (બૈઅત કરી) કે શાસન બાબતે અમે શાસકો સાથે ઝઘડો નહીં કરીએ, (નબી ﷺ એ કહ્યું) કે હા ,તમે તે લોકોમાં સ્પષ્ટ કુફ્ર જુઓ, જેની બાબતે તમારી પાસે કુરઆન અને હદીષમાં સ્પષ્ટ પુરાવા હોય, (તો તમે કંઈક ડગલાં ભરી શકો છો) એવી જ રીતે એ વાત પર પણ બૈઅત કરી કે અમે જ્યાં પણ જીવિત રહીશું સાચી અને હક વાત કહીશું, અને આ બાબતે કોઈ નિંદા કરનારની નિંદાની ચિંતા નહીં કરીએ.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 1709]
નબી ﷺ એ પોતાના સહાબાઓ પાસેથી તંગી તેમજ ઉલ્લાસની પરિસ્થિતિમાં તેમજ ધનવાન અથવા ગરીબીની સ્થિતિમાં પોતાના શાસકોના આધીન રહેવા બાબતે કરાર અને વચન લીધું, તેમના આદેશો પસંદ હોય કે ન હોય, તેઓ પ્રજાને માલ અથવા હોદ્દા તેમજ અન્ય રીતે વડે નિયંત્રિત કરે કે ન કરે, જરૂરી છે કે ભલાઈ અને નેકીના કાર્યોમાં તેમની વાત સાંભળવામાં આવે અને તેમનું અનુસરણ કરવામાં આવે, અને તેમની સામે વિદ્રોહ ન કરવો; કારણ કે તેમની સામે લડવામાં રાજદ્રોહ અને ભ્રષ્ટાચાર તેમના જુલમ દ્વારા થતા ભ્રષ્ટાચાર કરતાં વધુ ગંભીર છે, અને એ વાત પર પણ કરાર લીધો કે જ્યાં પણ હશે અલ્લાહ માટે સાચી અને હક વાત કહેશે અને કોઈ નિંદા કરનારની નિંદાની ચિંતાથી નહીં ડરે.