عَنِ ابْنِ عُمَرَ رَضِيَ اللَّهُ عَنْهُمَا قَالَ:
حَفِظْتُ مِنَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عَشْرَ رَكَعَاتٍ: رَكْعَتَيْنِ قَبْلَ الظُّهْرِ، وَرَكْعَتَيْنِ بَعْدَهَا، وَرَكْعَتَيْنِ بَعْدَ المَغْرِبِ فِي بَيْتِهِ، وَرَكْعَتَيْنِ بَعْدَ العِشَاءِ فِي بَيْتِهِ، وَرَكْعَتَيْنِ قَبْلَ صَلاَةِ الصُّبْحِ، وَكَانَتْ سَاعَةً لاَ يُدْخَلُ عَلَى النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فِيهَا، حَدَّثَتْنِي حَفْصَةُ أَنَّهُ كَانَ إِذَا أَذَّنَ المُؤَذِّنُ وَطَلَعَ الفَجْرُ صَلَّى رَكْعَتَيْنِ، وَفِي لَفْظٍ: أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يُصَلِّي بَعْدَ الْجُمُعَةِ رَكْعَتَيْنِ.

[صحيح] - [متفق عليه بجميع رواياته]
المزيــد ...

અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે:
મેં નબી ﷺ સાથે દસ રકઅતો શીખી: બે રકઅતો જોહર પહેલા, અને બે રકઅતો જોહર પછી, અને બે રકઅતો ઘરમાં મગરિબ પછી, અને બે રકઅતો ઘરમાં ઈશા પછી, અને બે રકઅતો સવારે ફજર પહેલા, આ તે સામે હતો જેમાં નબી ﷺ પાસે કોઈને આવવાની પરવાનગી ન હતી, હફસા રઝી અલ્લાહુ અન્હા એ મને કહ્યું કે જ્યારે મુઅઝિને ફજરની અઝાન આપી અને ફજર થઈ તો નબી ﷺ બે રકઅતો નમાઝ પઢી, અને બીજા શબ્દોમાં: નબી ﷺ જુમ્માની નમાઝ પછી બે રકાઅત પઢતા હતા.

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન અલૈહ (આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ) એ દરે રિવાયતો સાથે રિવાયત કરી છે

સમજુતી

આ હદીષમાં અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુ જણાવી રહ્યા છે: તેમણે જે નફિલ નમાઝો નબી ﷺ પાસેથી શીખી તે દસ રકઅતો છે અને તેને સુનને રવાતિબ પણ કહેવામાં આવે છે, બે રકઅતો જોહર પહેલા અને બે રકઅતો જોહર પછી, અને બે રકઅતો ઘરમાં મગરિબ પછી, અને બે રકઅતો ઘરમાં ઈશા પછી, અને બે રકઅતો ફજર પહેલા, તો આ રીતે દસ રકઅતો પુરી થઈ. અને જે જુમ્માની નમાઝ પઢે તે નમાઝ પછી બે રકઅત પઢે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી તામિલ થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આ સુન્નતો પઢવી જાઈઝ છે, અને તેને હંમેશા પઢતા રહેવું જોઈએ.
  2. સુન્નતો ઘરમાં પણ પઢી શકાય છે.
કેટેગરીઓ