عَنْ حُذَيْفَةَ رضي الله عنه قَالَ:
كَانَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا قَامَ مِنَ اللَّيْلِ يَشُوصُ فَاهُ بِالسِّوَاكِ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 245]
المزيــد ...
હુઝૈફહ રઝી અલ્લાહુ અનહુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું:
જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રાત્રે (તહજ્જુદ) પઢવા માટે ઉઠતા, તો મિસ્વાક વડે ખૂબ સારી રીતે મોઢું સાફ કરતા હતા.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 245]
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઘણી વખત મિસ્વાક કરતા અને તેનો આદેશ આપતા હતા, કેટલાક સમયે મિસ્વાક કરવા પર જોર આપતા, જેમકે, તહજ્જુદની નમાઝ પઢવા માટે ઉઠતી વખતે, જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પણ દાતણ કરતાં અને ખૂબ સારી રીતે મોઢું સાફ કરતાં.