عن عائشة رضي الله عنها قالت: قال رسول الله صلى الله عليه وسلم:
«السِّوَاكُ مَطْهَرَةٌ لِلْفَمِ، مَرْضَاةٌ لِلرَّبِّ».
[صحيح] - [رواه النسائي وأحمد] - [مسند أحمد: 24203]
المزيــد ...
ઉમ્મુલ મુઅમિનીન આઈશા રઝી અલ્લાહુ અન્હાથી રિવાયત છે, તેમણે કહ્યું: નબી ﷺ એ કહ્યું:
«મિસ્વાક (દાંતણ) મોઢાની પાકી અને અલ્લાહની પ્રસંન્નતાનું કારણ છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ નસાઇ રહિમહુલ્લાહએ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [મુસ્નદ એહમદ - 24203]
નબી ﷺ એ કહ્યું કે પિલુડીના ઝાડ વગેરેની ડાળી વડે દાંત સાફ કરવાથી મોઢું ગંદકી અને દુર્ગંધથી સાફ થાય છે. અને તે પણ જણાવ્યું કે બંદાને અલ્લાહની પ્રસંનતા પ્રાપ્ત થાય છે; કારણ કે તે અલ્લાહના આદેશનું પાલન અને બીજું એ કે તે સ્વચ્છતાનું કારણ છે, જે અલ્લાહને પસંદ છે.