عن أبِي هريرة رضي اللَّه عنه: سمعتُ النبِيّ صلى الله عليه وسلم يقول:
«الفِطْرَةُ خمسٌ: الخِتَانُ والاستحدادُ وقصُّ الشَّارِبِ وتقليمُ الأظفارِ وَنَتْفُ الآبَاطِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5891]
المزيــد ...
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા:
«પાંચ વસ્તુઓ ફિતરત માંથી છે: ખતના કરાવવી, ગુપ્તાંગની આજુબાજુ વાળ સાફ કરવા, મૂછો કાપવી, નખ કાપવા અને બગલના વાળ ઉખેડવા».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 5891]
આ હદીષમાં નબી ﷺ એ ઇસ્લામ દીનની પાંચ ફિતરત અર્થાત્ પ્રાકૃતિક વસ્તુઓ અને પયગંબરોની સુન્નતોનું વર્ણન કર્યું:
પહેલું: ખતના કરાવવી, ગુપ્તાંગની ઉપર જે વધારાની ચામડી હોય છે તેને કપાવવી, તેમજ સ્ત્રીની યોનીમાં ઉપર હોતી ચામડી કાપવી.
બીજું: ગુપ્તાંગની આજુબાજુના વાળ કાપવા, જે નાભિ નીચેના વાળ હોય છે તેને કાપવા.
ત્રીજું: મૂછો કાપવી, માનવીએ પોતાના હોઠ ઉપર ઉગતા વાળ કાપવા, જેથી માનવીના હોઠ નજર આવી શકે.
ચોથું: નખ કાપવા.
પાંચમું: બગલના વાળ ઉખેડવા.