عَنْ أَبِي هُرَيْرَةَ رضي لله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَا يَفْرَكْ مُؤْمِنٌ مُؤْمِنَةً، إِنْ كَرِهَ مِنْهَا خُلُقًا رَضِيَ مِنْهَا آخَرَ» أَوْ قَالَ: «غَيْرَهُ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1469]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું:
«કોઈ મોમિન પુરુષ કોઈ મોમિન સ્ત્રી પ્રત્યે દ્વેષ ન રાખે, જો તેને તેણીની કોઈ આદત નાપસંદ હોય, તો તેને તેણીની કોઈ અન્ય આદતથી પસંદ પણ હશે» અથવા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ "આખર (અન્ય)" શબ્દની જગ્યાએ કહ્યું: «"ગૈરુહુ (બીજી કોઈ આદત)"».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 1469]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ પતિને પોતાની પત્ની સાથે એટલી નફરત કરવાથી રોક્યા છે, જે જુલમ, ત્યાગ અને મોઢું ફેરવી એવા તત્વો તરફ દોરી જાય; કારણકે દરેક માનવીમાં સ્વાભાવિક રીતે ખામીઓ છે, જો તેની કોઈ આદત નાપસંદ હોય, તો બીજી આદત જરૂર પસંદ હશે, આવી સ્થિતિમાં જે આદત પસંદ હોય તેનાથી ખુશ રહે અને જે પસંદ ન હોય તેના પર સબર કરે, તેનાથી એક સારો માહોલ બનશે, અને નારાજી એટલી નહીં વધે બંનેને અલગ થવું પડે.