عن عبد الله بن عمرو رضي الله عنهما أن رسول الله صلى الله عليه وسلم قال:
«الدُّنْيَا مَتَاعٌ، وَخَيْرُ مَتَاعِ الدُّنْيَا الْمَرْأَةُ الصَّالِحَةُ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1467]
المزيــد ...
અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«આ દુનિયા એક સામાન છે અને દુનિયાનો સૌથી શ્રેષ્ઠ સામાન સદાચારી સ્ત્રી છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 1467]
આપ ﷺ એ જણાવ્યું કે દુનિયા અને જે કઈ પણ તેમાં છે, વાસ્તવિકતામાં તે ક્ષણિક ઉપયોગ કરવાની વસ્તુ છે, અને ઉપયોગ થશે પછી તે ખતમ થઈ જશે, પરંતુ આ દુનિયાની સૌથી ઉપયોગી વસ્તુ નેક સ્ત્રી છે, એવી સ્ત્રી કે જ્યારે તેનો પતિ તેની તરફ જુએ તો તેને ખુશ કરી દે, કંઈ કરવાનો આદેશ આપે તો તેના આદેશને પૂરો કરે અને જ્યારે તેનો પતિ હાજર ન હોય તો તેની ઇઝ્ઝત અને માલની સુરક્ષા કરે.