عَنِ ابْنِ عَبَّاسٍ رضيَ اللهُ عنهما:
أنَّهُ قَالَ لعَطَاءِ بْنِ أَبِي رَبَاحٍ: أَلَا أُرِيكَ امْرَأَةً مِنْ أَهْلِ الْجَنَّةِ؟ قُلْتُ: بَلَى، قَالَ: هَذِهِ الْمَرْأَةُ السَّوْدَاءُ، أَتَتِ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَتْ: إِنِّي أُصْرَعُ وَإِنِّي أَتَكَشَّفُ، فَادْعُ اللهَ لِي، قَالَ: «إِنْ شِئْتِ صَبَرْتِ وَلَكِ الْجَنَّةُ، وَإِنْ شِئْتِ دَعَوْتُ اللهَ أَنْ يُعَافِيَكِ» قَالَتْ: أَصْبِرُ، قَالَتْ: فَإِنِّي أَتَكَشَّفُ فَادْعُ اللهَ أَنْ لَا أَتَكَشَّفَ، فَدَعَا لَهَا.
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 2576]
المزيــد ...
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે:
તેમણે અતા બિન્ અબી રબાહને કહ્યું: શું હું તમને એક જન્નતી સ્ત્રી વિશે ન જણાવું? તેમણે કહ્યું: કેમ નહીં, તેઓએ કહ્યું: એક કાળી સ્ત્રી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવી અને કહ્યું: મને વાયુની બીમારી છે, જેના કારણે મારો પડદો હટી જાય છે, તેથી મારા માટે અલ્લાહથી દુઆ કરો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જો તમે ઈચ્છો તો સબર કરી તેના પર જન્નત પ્રાપ્ત કરી લો, અને જો ઈચ્છો તો હું તમારા માટે દુઆ કરું, જેથી તમને અલ્લાહ સારું કરી દે», તેણીએ કહ્યું: હું સબર કરું છું, તેણીએ કહ્યું: હું આપને વિનંતી કરું છું કે તમે મારા માટે અલ્લાહથી દુઆ કરો કે જ્યારે મને આ બિમારી જાહેર થાય તો મારા કપડાં મારા શરીર પરથી ન ઉતરે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેણી માટે આ દુઆ કરી દીધી.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 2576]
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમાએ અતા બિન્ અબી રબાહને કહ્યું: શું હું તમને જન્નતી સ્ત્રી વિશે ન જણાવું? અતાએ કહ્યું: કેમ નહીં, તેઓએ કહ્યું: આ કાળી હબસી સ્ત્રી, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવી અને કહ્યું: મને વાયુની સખત બીમારી છે, જેના કારણે બીમારી વખતે મારા શરીર પરથી કપડાં ખુલી જાય છે, માણે તેનો આભાસ પણ થતો નથી, તેથી, મારા માટે અલ્લાહથી શિફાની દુઆ કરો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: જો તમે સબર કરીશ તો તેના બદલામાં તને જન્નત મળશે, અને જો તમારી ઈચ્છા હોય, તો હું તારી શિફા માટે દુઆ કરી દઉં, તેણીએ કહ્યું: તો તો હું સબર કરીશ, ફરી તેણે કહ્યું: મારા માટે દુઆ કરો કે જ્યારે મને આ બીમારી થાય તો મારા કપડાં મારા શરીર પરથી ન ઉતરે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેના માટે દુઆ કરી.