عَنْ طَاوُسٍ أَنَّهُ قَالَ: أَدْرَكْتُ نَاسًا مِنْ أَصْحَابِ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، يَقُولُونَ كُلُّ شَيْءٍ بِقَدَرٍ، قَالَ: وَسَمِعْتُ عَبْدَ اللهِ بْنَ عُمَرَ رضي الله عنهما يَقُولُ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«كُلُّ شَيْءٍ بِقَدَرٍ، حَتَّى الْعَجْزِ وَالْكَيْسِ، أَوِ الْكَيْسِ وَالْعَجْزِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2655]
المزيــد ...
તાવૂસ રહિમહુલ્લાહ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં આપ ﷺ ના ઘણા સાથીઓને કહેતા સાંભળ્યા, તેઓ કહેતા હતા કે દરેક વસ્તુ તકદીર મુજબ છે, મે અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુ ને કહેતા સાંભળ્યા, તેઓ કહેતા હતા: નબી ﷺ એ કહ્યું:
«દરેક વસ્તુ તકદીર મુજબ જ છે, અહીં સુધી કે અસક્ષમતા તથા સક્ષમતા અથવા સક્ષમતા તથા અસક્ષમતા».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2655]
આપ ﷺ એ સ્પષ્ટ કહી દીધું કે દરેક વસ્તુ તકદીર મુજબ છે; અહીં સુધી કે અસક્ષમતા પણ: અર્થાત્ બંદા પર જરૂરી કાર્યો છે તેને છોડી દેવું, દુનિયા અને આખિરતના કામોમાં સમય કરતાં વધારે વિલંબ કરવો. અહીં સુધી કે સક્ષમતા પણ: અર્થાત્ દુનિયા અને આખિરતના કામોમાં ચપળતા અને હોશિયારી. અને એ કે અલ્લાહ તઆલા એ અસક્ષમતા અને સક્ષમતા પણ તકદીરમાં લખી છે અને દરેક વસ્તુની તકદીર લખી જ છે, કોઈ પણ વસ્તુ અલ્લાહના ઇલ્મ અને તેની ઈચ્છા વગર જે પહેલા લખવામાં આવ્યું છે, અસ્તિત્વમાં નથી આવતું.