عَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرِو بْنِ الْعَاصِ رضي الله عنهما قَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«كَتَبَ اللهُ مَقَادِيرَ الْخَلَائِقِ قَبْلَ أَنْ يَخْلُقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِخَمْسِينَ أَلْفَ سَنَةٍ، قَالَ: وَعَرْشُهُ عَلَى الْمَاءِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2653]
المزيــد ...
અબ્દુલ્લાહ ઈબ્ને અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા:
«અલ્લાહ તઆલા એ સર્જનની તકદીરને આકાશો અને જમીનનું સર્જન કરતા હજાર વર્ષ પહેલા લખી દીધી છે, અને ત્યારે અલ્લાહનું અર્શ પાણી પર હતું».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2653]
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે અલ્લાહ તઆલા એ આકાશો અને જમીનના સર્જનના પચાસ હજાર વર્ષ પહેલા મખલૂક (સમગ્ર સર્જન)ની તકદીર (ભાગ્ય) લખી દીધી છે, જેમાં તેમનું જીવન, મૃત્યુ, રોજી શામેલ છે, અને તે પણ આ દરેક અલ્લાહના આદેશ મુજબ થશે, જેથી દરેક વસ્તુ જે અસ્તિત્વમાં આવે છે તે અલ્લાહના આદેશ અને તેની તકદીર મુજબ હોય છે, જેથી બંદાને જેનો પણ સામનો કરવો પડે છે, તેનાથી તે બચી શકતો નથી, અને જેનાથી તે વંચિત રહી ગયો તેને તે કદાપિ પામી શકશે નહીં.