عَنْ مَطَرِ بْنِ عُكَامِسٍ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِذَا قَضَى اللَّهُ لِعَبْدٍ أَنْ يَمُوتَ بِأَرْضٍ جَعَلَ لَهُ إِلَيْهَا حَاجَةً».
[صحيح] - [رواه الترمذي] - [سنن الترمذي: 2146]
المزيــد ...
મતર ઈબ્ને ઉકામિસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું:
«જ્યારે અલ્લાહ તઆલા કોઈ બંદા વિષે નિર્ણય કરી લે તે ફલાળી જગ્યાએ મૃત્યુ પામશે તો ત્યાં તેની જરૂરત પેદા કરી દે છે (જે તેને ત્યાં લઈ જાય છે)».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 2146]
આ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે જ્યારે અલ્લાહ તઆલા કોઈ બંદા માટે કોઈ જમીન પર તેના મૃત્યુનો નિર્ણય કરી લે છે અને તે હાલ તે જગ્યા પર હાજર નથી હોતો તો અલ્લાહ એવા કારણો અને સ્ત્રોત પેદા કરે છે, જેથી બંદો ત્યાં પહોંચી જાય છે અને તેના પ્રાણ કાઢી લેવામાં આવે છે.